વડાપ્રધાન આજથી ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપોરના પ્રવાસે

May 29, 2018 at 10:35 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 જૂન સુધી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરની મુલાકાતે જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા અને સિંગાપોરની મુલાકાતે જશે જેમાં પીએમ થોડા સમયે માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નવ નિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે.
ઇન્ડોનેશિયા અને સિંગાપોરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રક્ષા અને વેપાર સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રે સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરશે. પીએ મોદી પ્રથમ ઇન્ડોનેશિયાની મુલાકાત લેશે. ત્યારબાદ ગુરૂવારે પીએમ મોદી સિંગાપોર જવા રવાના થશે.
વિદેશ મંત્રાલય દ્વારા મળતી જાણકારી મુજબ ઇન્ડોનેશિયાથી સિંગાપોર જતા તેઓ થોડા સમય માટે કુઆલાલમપુરમાં રોકાણ કરશે. જ્યાં તેઓ મલેશિયાના નવનિયુક્ત વડાપ્રધાન મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે મલેશિયા, ઇન્ડોનેશિયા અને સિંગાપોર એશિયા દેશમાં ભારતના રણનીતિક ભાગીદાર છે. ભારત સરકાર શરૂઆતથી જ એશિયાઇ દેશો સાથે પોતાના સંબંધો મજબૂત કરવા પ્રતિબદ્ધ છે.
પીએમ મોદી ઇન્ડિનેશિયા-સિંગાપોર સાથે રક્ષા ક્ષેત્રે દ્વિપક્ષીય કરાર કરશે. ઇન્ડોનેશિયા સાથે સમુદ્રી સહયોગ વધારવા પણ ચચર્િ કરવામાં આવશે. પીએમ મોદી જકાતર્મિાં ભારતીય મુળના લોકો તેમજ વેપારીઓને સંબોધન કરશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જકાતર્મિાં પતંગ મહોત્સવનું ઉધ્ધાટન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જૂને સિંગાપોરમાં શાંગરી-લા સંવાદને સંબોધન કરશે. શાંગરી-લા સંવાદમાં પીએમ મોદીને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. મુખ્યવકતા તરીકે આમંત્રિત કરાયા હોય તેવા ભારતના પ્રથમ પીએમ બનશે. શાંગરી-લા સંવાદમાં અન્ય દેશના નેતાઓ અને સીઇઓ પણ ઉપસ્થિત રહેશે.

print

Comments

comments

VOTING POLL