વડાપ્રધાન મોદી લખનૌની મુલાકાતે: 60 હજાર કરોડના પ્રોજેક્ટનું કરશે લોકાર્પણ

July 28, 2018 at 11:00 am


2019ની લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉત્તર પ્રદેશની મુલાકાતમાં વધારો થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર યુપીના લખનૌની બે દિવસીય મુલાકાતે પહોંચી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે અને આવતીકાલની લખનૌની મુલાકાત દરમિયાન ગ્રામ વિકાસ વિભાગના અનેક કાર્યક્રમો તેમજ રાજ્ય સરકારની મહત્વકાંક્ષી ગ્રાઉન્ડ બ્રેકિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહેશે.
સરકાર તરફથી પીએમના આધિકારીક કાર્યક્રમ મુજબ વડાપ્રધાન આજે સાંજે લખનૌ પહોંચશે અને ટ્રાન્સફોર્મિંગ અરબન લેન્ડસ્કેપ નામના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ નગર વિકાસ સાથે જોડાયેલ સરકારની ત્રણ મહત્વપૂર્ણ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), અટલ મિશન ફોર રીજુવેનેશન ઓફ અરબન ટ્રાન્સફોર્મેશન (અમૃત) અને સ્માર્ટ સીટી મિશનની ત્રીજી વર્ષગાઠ પર આયોજિત કરવામાં આવ્યો છે.
પીએમ મોદી લખનઉમાં આવેલ ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં નગર વિકાસ વિભાગની ધ્વજવાહી યોજનાઓ પર આધારિત એક પ્રદર્શનીની મુલાકાત લેશે.
આ સિવાય પીએમ મોદી રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રદેશ આવાસ યોજના (શહેરી) સાથે જોડાયેલ 35 લાભાર્થીઓ સાથે વીડીયો કોન્ફરન્સથી સીધો સંવાદ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લખનઉમાં 60 હજાર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL