વડિયાના વિદ્યાર્થીઆે એસ.ટી.ના અનિયમિત ટાઈમ ટેબલથી હેરાન-પરેશાન

August 11, 2018 at 11:44 am


વડિયા પંથકની બગલમાં આવતા ગામડાઆે મા આવતી જતી બીમાર બસો હાલતાને ચાલતા થાકી જાઈ છે ત્યારે વડિયા તાલુકાના વિદ્યાર્થીના ફેરાની બસનો રુટ હાલતા બંધ થઈ જાય છે જો રેગ્યુલર શરુ રહે તો રપ થી 30 કન્યાઆેને ઉચ્ચ શિક્ષણનો યોગ્ય લાભ મળી શકે તેમ છે બસ ના અભાવના લીધે અધૂરા પિરિયડ છોડી બસ પકડવા દોડવું પડે છે ને બસ થાકીને ગમેત્યા રોકાઈ ગઈ હોઇ છે અને આ અંગે ડેપો મેનેજર સહિત એસ.ટી. વિભાગીય નિયામકને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હોવાનું વિદ્યાર્થીનીઆેએ જણાવ્યું છે ટેલિફોનિક ડેપો મેનેજર ના જણાવ્યા મુજબ એસટી બસો દોઢ લાખ કિલોમીટર ઉપર ચાલી જવાના લીધે બસો કંડમ થઈ ચૂકી છે કંડમ બસો હોવાના લીધે ઉભી રહીજાય અથવા ગમેત્યા બ્રેક ડાઉન થાય જેથી અકસ્માત ન બને તેમાટે લાંબા રુટમા નવીજ બસ હોઈ તોજ મોકલવામાં આવે છે નહીતર કાપ મુકવામાં આવે જેના લીધે દુર્ઘટના ના સજાર્ય તેમાટે થી વિદ્યાર્થીઆેને છકડો રીક્ષા નો સહારો લેવો પડે છે ત્યારે છકડો રિક્ષા વડિયા પંથકના વિદ્યાર્થીઆે માટે જીવના જોખમે આશિવાર્દ રુપ બની રહે છે .

વડિયા નજીકના સાંકરોલા, ઢોળવા,મોરવાડા, ખાખરીયા ગામના 50 થી વધુ વિદ્યાર્થીઆેને એસ.ટી.બસનો લાભ મળતો નથી એસટી બસોની અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઆેની હાલત એસટી ડેપો પાસે રખડતા આખલા જેવી થાય છે જો આ બાબતે વિદ્યાર્થીઆેના પ્રશ્નો વિધાન સભામાં ઉઠાવે અમરેલીના ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા તો વિદ્યાર્થીઆેનું શિક્ષણ ડોળાતું અટકશે અને વિદ્યાર્થીઆેના સપનાઆે સાકાર બનશે વિરોધપક્ષના નેતા ગાંધીનગર બેઠા બેઠા થોડું ઘણું અમરેલી જિલ્લાની પિબ્લકને થતી હાલાકી વિસે હવેતો વિચારે તો સારું એવું પિબ્લકની હૈયાવરાળ માથી જણાઈ રહ્યું .

print

Comments

comments

VOTING POLL