વડોદરામાં પોલીસ સ્ટેશનના ખાતમુર્હૂત વખતે મંડપ ધરાશાયી: ગૃહમંત્રી પ્રદીપસિંહનો આબાદ બચાવ

August 12, 2017 at 2:18 pm


આજે વડોદરામાં એક પોલીસ સ્ટેશનના ખાતમુહર્ત વખતે મંડપ ધરાશાયી થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. આ વખતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ત્યાં ઉપસ્થિત હતા. જો કે તેમને કોઈ ઈજા થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં પાંચ લોકોને ઈજા થઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે વડોદરામાં પોલીસ સ્ટેશનનું ખાતમુહર્ત કરવા પ્રદીપસિંહ જાડેજાએ હાજરી હતી. આ વેળાએ જ ત્યાં બાંધેલો મંડપ કોઈ કારણોસર ધરાશાયી થઈ જતાં દોડધામ મચી ગઈ હતી. આ વખતે પ્રદીપસિંહ પણ હાજર હતાં. જો કે તેમનો આબાદ બચાવ થયો હતો અને સુરક્ષા જવાનોએ તેમને સુરક્ષીત બહાર ખેંચી લીધા હતાં. આ ઘટનામાં પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

print

Comments

comments

VOTING POLL