વધામણાં! રણવીર અને દીપિકાનું પાક્કું થયું, ડેસ્ટિનેશન લગ્ન કરશે

February 8, 2018 at 6:53 pm


રણવીર સિંહ અને દીપિકા પદુકોણની પ્રેમકથા હવે આેપન સીક્રેટ બની ગઇ છે. બંનેએ એ સાબિત કરી દીધું છે કે સાચો પ્રેમ હંમેશાં ટકી રહે છે. આ કપલ અત્યારે તેમના જીવનના સૌથી સારા તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને તેમના સંબંધોને એક નવા સ્તરે લઇ જવાનો તેમનો નિર્ણય સાચો છે. તે બંનેએ હજુ સત્તાવાર રીતે જાહેરાત નથી કરી, પણ જાણવા મળ્યા મુજબ તેઆે હવે બહુ જલદી લગ્ન કરવાના છે. તે પણ આ વર્ષે જ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રણવીર અને દીપિકા આ વર્ષે લગ્ન કરશે અને તે ડેસ્ટિનેશન વેડિંગ કરશે. બંનેને બીચીસ બહુ ગમે છે આથી તેઆે બીચ વેડિંગ કરે તેવી શક્યતા છે. તેમના લગ્ન નજીકના કુટુંબીજનો અને મિત્રોની હાજરીમાં થશે. જોકે, તે પછી તેઆે બે જગ્યાએ રીસેપ્શન રાખશે. એક મુંબઈમાં અને એક કદાચ બૅંગલોરમાં, જ્યાં દીપિકાનું કુટુંબ રહે છે. તાજેતરમાં રણવીર સિંહના કુટુંબે દીપિકાને તેના જન્મદિવસે 5 જાન્યુઆરીએ એક ડાયમંડ સેટ ભેટમાં આપ્યો હતો. રણવીરના માતાપિતાએ તેને આ રીતે કિંમતી ભેટ આપીને તેને આશીવાર્દ આપ્યા હતા. તેને એક ડાયમંડ સેટની સાથે કિંમતી સાડી પણ આપી હતી.

print

Comments

comments

VOTING POLL