વધુ બ્લડ સેન્ટરો ફાળવવા બદલ જી.કે.ની બ્લડ બેંકને એવોર્ડ

December 6, 2017 at 8:53 pm


ગુજરાત સ્ટેટ એઈડસ કન્ટ્રાેલ સાેસાયટી દ્વારા તા. 1લી ડિસેમ્બર (વિશ્વ એઈડસ દિન) નિમિતે અમદાવાદ મધ્યે રેડક્રાેસ ભવન ખાતે રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યની કુલ ચાર બ્લડ બેન્કોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં જી.કે.જનરલ હોÂસ્પટલને સાૈથી વધુ બ્લડ સ્ટોરેજ સેન્ટરો ફાળવવા બદલ એવોર્ડ આપવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા માતૃમરણ અને અકસ્માતાેથી થતા મૃત્યુદર ઘટાડવાના આશયથી જિલ્લાના તમામ તાલુકા મથકે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ સ્ટોરેજ સેન્ટર ફાળવવા સુચના અનુસંધાને અહીનાં સિવિલ સર્જન ડો. જીજ્ઞાબેન ઉપાધ્યાય અને ગેઈમ્સના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. ભાદરકાસાહેબના સહિયારા પ્રયાસાેથી કચ્છ જિલ્લામાં સાૈથી વધુ કોલ્ડ સ્ટોરેજ સેન્ટરો ચાલુ કરવામાં આવેલ છે.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા બ્લડ બેન્ક આેફિસર ડો. ખુશકુમાર ડાબી તેમજ સમગ્ર ટીમ સહયોગી બની હતી એવું મેડીકલ ડાયરેક્ટર રાવ તથા ચીફ મેડીકલ એડમીનીસ્ટ્રેટર ડો. ચિંતનન શનિùરાની યાદીમાં જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL