વરસાદની સાથે એસ.ટી. બસોમાં મુસાફરો ઉપર અવિરત જલાભિષેક

July 17, 2017 at 3:25 pm


સમગ્ર રાજ્યમાં ચોમાસાની શુભ શઆત થઈ ચૂકી છે તેની સાથે જ એસ.ટી. વિભાગમાં અનેક ખામીઓ ખુલવા પામી છે. વરસાદની સાથે જ એસ.ટી. બસોના મુસાફરો ઉપર અવિરત જળાભિષેક થતો હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે રાજ્ય સરકારની પરિવહન સેવાનું સૌથી સારું સૂત્ર ‘સારી બસ, વધુ બસ’ કયાંક ભુલાઈ ગયું છે. જામનગરથી રાજકોટ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જતી એસ.ટી. બસોની હાલત ખખડધજ જોવા મળી છે જેને કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડયો છે. રાજ્યની પ્રજાને સારી સવલતો આપવા માટે દર વર્ષે સરકાર દ્વારા અમુક હિસ્સો એસ.ટી. બસો પાછળ ફાળવવામાં આવી રહ્યો છે પરંતુ અત્યારે બસોની સ્થિતિ જોતાં એવું લાગે છે કે, પ્રજાની સવલતો પાછળ ફાળવાતો પૈસો કયાં ગયો ? એ સમજાતું નથી. સામાન્ય રીતે એસ.ટી. વિભાગમાં લાંબા અંતરની બસોમાં સારી સુવિધા મળી રહે છે ત્યારે રાજકોટથી જામનગર કે રાજકોટથી ગ્રામ્ય વિસ્તારોમાં અને જામનગરથી ગ્રામ્ય વિસ્તારોમાં જતી એસ.ટી. બસોની હાલત ખખડધજ જોવા મળે છે. વારંવાર મેન્ટેનન્સ થતું હોય તો પણ વરસાદ પડે એટલે તુરંત જ એસ.ટી. બસોની છાપરામાં પાણી મુસાફરો પર ટપકે છે જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર શ છે. અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. તો વળી શહેરોની સ્થિતિ પણ કંઈક આવી જ જોવા મળી રહી છે. એસ.ટી. બસોમાં મુસાફરી કરતાં તેમજ અપડાઉન કરતાં મુસાફરોને બસમાં પણ રેઈનકોટ પહેરવાની ફરજ પડી છે. અનેક બસોમાં બસની ઉપરના છાપરામાંથી અનેક જગ્યાઓ પર પાણી ટપકી રહ્યું છે. તો વળી અમુક બસોમાં તો કાચ જ નથી. રાજ્ય સરકાર દ્વારા મસમોટી રકમ એસ.ટી.તંત્રને ચૂકવવામાં આવતી હોય તો પ્રજાની સવલતોમાં કયારે સુધારો થશે ? દર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી. તંત્રમાં યોગ્ય મેઈન્ટેનન્સ ન થયું હોય અનેક બસોમાં આ પરિસ્થિતિનું સર્જન થયું છે તો શું આગામી દિવસોમાં આ પરિસ્થિતિ સુધરશે કે બગડશે ?

print

Comments

comments

VOTING POLL