વર્ષ-2022 સુધી બુલેટ ટ્રેન દોડતી કરવાનું વડાપ્રધાન મોદીનું સ્વપ્ન

September 13, 2017 at 11:59 am


જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રાેજેક્ટ ઉપર હવે ઝડપથી કામગીરી આગળ વધવાનાે તખ્તાે તૈયાર થઇ ગયો છે. કારણ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાની વડાપ્રધાન શિન્જો અબે તેમની ઐતિહાસિક યાત્રા દરમિયાન આ મહત્વકાંક્ષી અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટટ્રેન પ્રાેજેક્ટ માટે ભૂમિ પૂજા વિધિ કરશે. લાખો પ્રવાસીઆે વધુ ઝડપથી અમદાવાદ અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરી શકે તે હેતુસર આ પ્રાેજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. મોદીના મહત્વકાંક્ષી પ્રાેજેક્ટ તરીકે આને જોવામાં આવે છે. આ પ્રાેજેક્ટને 2022 સુધી અમલી કરવાની યોજના મોદી ધરાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદમ્ય ઈચ્છા છે કે આ બુલેટટ્રેન વર્ષ-2022મા જ જે સમયે ભારત આઝાદીના 75 વર્ષ પુરા કરે એ સમયે દોડતી થઈ જાય. આ અંગેની મળતી વિગતાે અનુસાર,ગુરૂવારના રોજ અમદાવાદના સાબરમતી સ્ટેશન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શીનજો અબે દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટટ્રેનના પ્રાેજેકટ માટે ભુમિપુજન કરવા જઈ રહ્યાા છે એવા સમયે કુલ રૂપિયા 1 લાખ 10 લાખ કરોડની કિંમતમાં પુરા થનારા આ પ્રાેજેકટની ડેટલાઈન વર્ષ-2023 રાખવામા આવી છે.આ પ્રાેજેકટ પાછળ થનારા કુલ ખર્ચ પેટે જાપાન તરફથી રૂપિયા 88,000 કરોડની લોન ભારતને 0.1 ટકા વ્યાજ સાથે આપવામા આવશે જે ભારતે 50 વર્ષમા પરત કરવાની રહેશે.હાલમા મુંબઈથી અમદાવાદ કે અમદાવાદથી મુંબઈ ટ્રેન માગેૅ પહાેંચવામા સાત કલાક જેટલો સમય લાગે છે એના બદલે આ બુલેટ ટ્રેન શરૂ થયા બાદ માત્ર ત્રણ કલાકના સમયગાળામા પહાેંચી જવાશે.શરૂઆતના સ્ટેજમા આ બુલેટ ટ્રેનમાં 10 કાર રાખવામા આવશે જેના દ્વારા એક સાથે 750 લોકો અવર જવર કરી શકશે.પાછળથી તેની ક્ષમતામા વધારો કરીને 1200 લોકો બેસી શકે એ પ્રકારેનુ આયોજન કરવામા આવ્યુ છે.પ્રાેજેકટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ ઉત્સાહિત છે તેમની ઈચ્છા છે કે વર્ષ-2022માં ભારત તેની આઝાદીના 75 વર્ષ પુરા કરવા જઈ રહ્યાુ છે એજ વર્ષમાં આેગસ્ટ માસમા આ બુલેટ ટ્રેન બંને શહેરો વચ્ચે દોડતી થઈ જાય. આ ટ્રેનની ઝડપ પ્રતિ કલાકના 320 થી 350 કિલોમીટરની હશે.આ બુલેટ ટ્રેન મુંબઈના બાંદ્રા-કુલાૅ કાેંપલેક્ષથી ઉપડી થાણે,વિરાર, વાપી, સુરત,ભરૂચ,વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન ખાતે પહાેંચશે.
સૂત્રોના કહેવા મુજબ,હાલ ભાડાના દર નકકી કરવામા આવ્યા નથી આમછતાં પણ રૂપિયા 2700થી 3,000 સુધીના દર રાખવામા આવી શકે છે.આ સાથે જ ટ્રેન અંગેના જરૂરી તમામ પાર્ટસ ભારતમા મેઈક ઈન ઈન્ડિયા પ્રાેજેકટ હેઠળ તૈયાર કરવામા આવશે જેમા જાપાનના નિ»ણાતાે ટેકનીકલ મદદ કરશે.

print

Comments

comments

VOTING POLL