વહિવટી તંત્રના 22 ના.મામલતદાર સહિત 38 કર્મચારીઆેની બદલી

May 19, 2017 at 1:52 pm


આગામી 1લી જુનથી જિલ્લામાં કાર્યરત થનારા ફલડ કન્ટ્રાેલ રૂમ માટેના સ્ટાફની કલેકટર પટેલ દ્વારા કરાયેલી નિમણુંક

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાને લઇ ફલડ કન્ટ્રાેલ રૂમ કાર્યરત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં આજે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના તમામ તાલુકા મથકો પરના કાર્યરત થનારા ફલડ કન્ટ્રાેલ રૂમ માટે નાયબ મામલતદાર અને કલાર્ક મળી 38 કર્મીઆેની બદલીના આેર્ડર જારી કરાયા છે.
રાજય સરકારના આદેશ હેઠળ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી ચોમાસા સંદર્ભે જિલ્લાના તમામ તાલુકા મથકો પર ફલડ કન્ટ્રાેલ રૂમ કાર્યરત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જેના ભાગરૂપે કલેકટર હર્ષદ પટેલ દ્વારા આજે તમામ ફલડ કન્ટ્રાેલ રૂમ માટે બદલીના આેર્ડર જારી કરાયા છે જેમાં 22 નાયબ મામલતદાર અને 16 કલાર્કના આેર્ડર કરવામાં આવ્યા છે. આગામી તા.1લી જુનથી ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઆે સિહોર, વંભીપુર, ગારિયાધાર, પાલિતાણા, તળાજા, મહુવા, જેસર, ઉમરાળા તેમજ ઘોઘા તાલુકા મથક પર ફલડ કન્ટ્રાલ રૂમ કાર્યરત કરાશે. આ ફલડ કન્ટ્રાેલ રૂમ માટે નાયબ મામલતદાર, કલાર્ક તેમજ ચોથા વર્ગના કર્મચારી સહિતની નિમણુંક કરવામાં આવશે અને ચોમાસા દરમ્યાન કોઇપણ આકિસ્મક ઘટનાને પહાેંચી વળવા ફલડ કન્ટ્રાેલ રૂમ કામગીરી કરશે.

print

Comments

comments

VOTING POLL