વહેલી સવારે યોગ છોડી માતા હીરાબાને મળવા પહોંચ્યા નરેન્દ્ર મોદી

January 10, 2017 at 10:53 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવા માટે ગાંધીનગરમાં છે. ત્યારે મંગળવારે સવારે માતા હીરાબાને મળ્યા હતા અને તેમના આશીવર્દિ લીધા હતા. બંને માતા-પુત્રએ સાથે બેસીને નાસ્તો કર્યો હતો. ભરચક કાર્યક્રમોની વચ્ચે માતાને મળી શકાય તે માટે મોદીએ યોગા નહોતા કર્યાં.

માતા સાથે મુલાકાત અંગેની માહિતી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. મોદીએ ટ્વિટર પર લખ્યું, યોગા છોડી માતાને મળવા ગયો. પરોઢિયે માતા સાથે નાસ્તો કર્યો. તેની સાથે સમય પસાર કરીને આનંદ થયો. વડાપ્રધાન મોદીના માતા હીરાબા તેમના નાના પુત્ર સાથે ગાંધીનગરના રાયસણ ખાતે વૃંદાવન બંગ્લોઝમાં રહે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નું ઉદ્ઘાટન કરવાના છે. આ પહેલા તેમણે ગાંધીનગરમાં જ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયાઆઇએનએક્સ એક્સચેન્જનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નોબલ પારિતોષિક વિજેતાઓના વિચાર-વિર્મશ માટેના એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીનગર રેલવે સ્ટેશનના પુન:વિકાસની કામગીરીનું ભૂમિ પૂજન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યું હતું.

સપ્ટેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં હતાં. યોગાનુયોગ ત્યારે જ (17મી તારીખે) તેમનો જન્મદિવસ હતો. પ્રોટોકોલ તોડી સુરક્ષા ગાડીઓના કાફલા વગર તેઓ માતા હીરાબાને મળવા પહોંચી ગયા હતા. જન્મદિવસ નિમિતે મોદીએ માતાના આશીવર્દિ લીધા હતા. લગભગ વીસ મિનિટ સુધી માતા-પુત્રે વાતચીત કરી હતી. બાદમાં મોદી ખુશખુશાલ જણાયા હતા અને પૂર્વ નિર્ધિરિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

print

Comments

comments

VOTING POLL