વાઈબ્રન્ટ સમિટમાં ભોજનની એક ડીશના અધધ રૂા. 13 હજાર!

January 9, 2019 at 6:40 pm


વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી 250થી 300 લોકોને ખાસ ગાલાડિનરનું આયોજન છે. મહાત્મા મંદિરના રૂફ પર યોજાનાર આ ડીનરમાં રૂપિયા તેર હજારની ડીસ પીરસવામાં આવશે. સંપૂર્ણ શાકાહારી ભાજેન સાથે પરંપરાગત ગુજરાતી વાદ્યાે વચ્ચે યોજાનારી આ સાંજને વધુ યાદગાર બનાવવા અધિકારીઆે અને દેશની ટોચની હોટેલના અધિકારીઆે વચ્ચે તમામ તૈયારીઆે પૂર્ણ કરી દેવામાં આવી છે. અત્રે નાેંધવું જરૂરી છે કે, આ ડિનર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી રહ્યું છે અને તેમાં પીરસાનારી વાનગી યાદી પણ વડાપ્રધાન કાર્યાલય દ્વારા નક્કી કરવામાં આવી છે. વાઈબ્રન્ટ ગુજરાતના ઉદઘાટન વખતે 5 રાષ્ટ્રાેના પ્રમુખ વિવિધ 8થી 10 દેશના મંત્રીઆે, એમ્બેસેડર, દેશના યોચના ઉદ્યાેગપતિઆે વચ્ચે આ ગાલા ડિનરનું આયોજન છે. આ સમિટમાં ઉઝબેકિસ્તાન, માલ્ટા, રવાન્ડા, ડેનમાર્ક, ઈથોપિયાના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, આફ્રિકાના અન્ય 8થી 10 દેશના મંત્રીઆે તેમજ ટોચના ઉદ્યાેગપતિઆેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ગાલા ડિનરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજરી આપનાર છે. આ ગાલા ડિનર પૂર્વ સંધ્યાએ એટલે કે, તા.17મીએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને તા.18મીએ સવારથી વિવિધ કાર્યક્રમોમાં અમદાવાદની નવી વી.એસ.નું લોકાપર્ણ, વાઈબ્રન્ટ ટ્રેડ શો, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવર, સમિટનું ઉદઘાટન, સોવિયેત ફંડસના પ્રતિનિધિઆે સાથે બેઠક વિદેશી રોકાણ, ઉદ્યાેગપતિઆે સાથેની બેઠક બાદ રાત્રે મહાત્મા મંદિરની ટેરેસ પર ગાલાડિનરમાં હાજરી આપશે. ત્યારબાદ દિલ્હી જવા રવાના થશે તેમ સૂત્રો જણાવે છે.
આ ગાલા ડિનરને લઈને પરંપરાગત સંગીત જેવા કે રાવણહથ્થો, અને રાજસ્થાની નૃત્યના કલાકારો વિદેશી-દેશી મહેમાનોને આવકારશે. સંપૂર્ણ શાકાહારી ભોન પીરસવામાં આવનાર છે. જેમાં ગુજરાતની પરંપરાગત થાળી સિવાય વિવિધ સલાડ, સૂપ અને ડેઝર્ટ પીરવામાં આવશે. આ અંગેનું મેન્યુ એક મહિના પૂર્વે જ વડાપ્રધાન કાર્યાલય દ્વારા પાઠવી દેવામાં આવ્યું છે.
આ થાળીની કિંમત રૂપિયા તેર હજારની આંકવામાં આવી છે. સંપૂર્ણ હાઈજીન લેવલ સાથે પીરસાનાર આ ભોજનને લઈને વિવિધ તકેદારી ફૂડગ્રેડ અને ગુણવત્તા પર ભાર મુકવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL