વાજપેયીની તબિયતમાં સુધાર : રિકવરી નાેંધાઈ

June 13, 2018 at 7:37 pm


ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયતમાં સુધારો થયો છે. ઝડપી રિકવરી થઇ રહી છે. એમ્સના ડિરેક્ટરનું કહેવું છે કે, વાજપેયીને ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. છેલ્લા 48 કલાકમાં નાેંધપાત્ર સુધારો થયો છે. એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, 93 વષીૅય વાજપેયીની તબિયત સુધારા ઉપર છે. યુરિન આઉટપુટ લો હોવાના કારણે તેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે. 11મીએ વાજપેયીને દિલ્હી સ્થિત આેલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ આેફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાજપેયીને રૂટિન ચેકઅપ માટે એમ્સમાં લઇ જવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ સામાન્ય છે અને ટૂંકમાં જ રજા આપી દેવામાં આવશે. એમ્સના તબીબ રણદીપ ગુલેરિયાની સલાહ ઉપર તેમને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા પૂર્વ વડાપ્રધાનની તબિયતને લઇને એક નિવેદન કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે.

print

Comments

comments

VOTING POLL