વાડાપધ્ધરની મારામારાની ઘટનામાં વૃધ્ધનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો

November 14, 2017 at 8:29 pm


સામાન્ય બાબતમાં ઝઘડો ઉગ્ર બન્યાે હતો

છેવાડાના અબડાસા તાલુકાના વાડાપધ્ધર ગામે મારામારીની ઘટનામાં વૃધ્ધનું મોત થતાં આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ ગત તા. 20-10ના વાડાપધ્ધર ગામે દિલીપસિંહ ટપુભા જાડેજાની વાડીમાં ભોજનનું આયોજન કરાયું હતું જેમાં ખીરસરા કોઠારાના અલુભા દાજીભા જાડેજા અને વરાડીયાના રાણુભા કેશુભા જાડેજા સામેલ હતા. બપોરે 2 વાગ્યે રાણુભા જાડેજા પાસેની થાળીમાંથી બળુભા કાયાજી જાડેજા ઉપર શાક ઢોળાઇ જતાં બોલાચાલી થઇ હતી. અને બળુભાએ પોતાના પુત્ર વિક્રમસિંહ જાડેજા અને લાધુભા બળુભા જાડેજાને લઇ આવીને કુહાડી વડે અલુભા જાડેજા અને રાણુભા જાડેજા પર કુહાડી વડે હુમલો કરીને ગંભીર પ્રકારની ઇજાઆે પહાેંચાડી હતી. આ બનાવમાં રાણુભા જાડેજાને ગંભીર પ્રકારની ઇજાઆે પહાેંચતા સારવાર અથ£ અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેનું સવારે મોત આંબી ગયું હતું. આ બનાવમાં ત્રણ આરોપીઆે સામે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL