વાડીમાં ઉભા ઘાસમાં છુપાવેલો વિદેશીદારૂ ઝડપાયો

January 11, 2019 at 2:28 pmતળાજા પોલીસે પાવઠી ગામેથી વાડી માલિક સહિત બે શખ્સોને રૂપિયા 10,720ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા

તળાજા તાલુકાના પાવઠી ગામે વાડીમાં ઉભા ઘાસની પાછળ છુપાવેલા વિદેશીદારૂના જથ્થા સાથે તળાજા પોલીસે 2 શખ્સોને ઝડપી લીદા હતા. પોલીસે કુલરૂપિયા 10,720નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તળાજા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પેટ્રાેલીગમાં રહેલી તળાજા પોલીસે પૂર્વ બાતમીના આધારે તળાજા તાલુકાના પાવઠી ગામની સીમમાં હરેશ નાનજીભાઇ ડાભીની વાડીમાં ઉભેલા ઘાસમાં છુપાવેલ વિદેશીદારૂની 56 બોટલ મળી આવતા પોલીસે કુલ રૂપિયા 10,720ના મુદ્દામાલ સાથે હરેશ નાનજીભાઇ ડાભી અને દાના માવજીભાઇ ડાભીને ઝડપી લઇ બન્ને વિરૂધ્ધ પ્રાેહિબીશન હેઠળ ગુનો નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદેશીદારૂ સાથે ઝડપાયેલા હરેશ નાનજીભાઇ ડાભી અને દાના માવજીભાઇ ડાભીને રીમાન્ડની માંગ સાથે આજે કોર્ટ સમક્ષ રુજ કરાશે તેમ તળાજા પોલીસે જણાવ્યું હતું.

print

Comments

comments

VOTING POLL