વાણિયાવાડી નજીક બેકાબૂ સિટી બસે સ્કૂલ વેનને ઠોકરે લીધીઃ 4 બાળકોનો ચમત્કારીક બચાવ

July 28, 2018 at 4:54 pm


શહેરમાં કેટલાક સમયથી બેકાબુ રીતે ચાલતી સીટી બસના ચાલકે વાણીયાવાડી નજીક સ્કૂલ વેનને ઠોકરે લેતાં 4 બાળકોનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવના પગલે ચકચાર મચી જવા પામી છે. બનાવ બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ બસ ચાલક નાસી છૂટતા લોકોએ પકડી મારકુટ કરતા ભકિતનગર પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ વાણીયાવાડી મેઈન રોડ નજીક આવેલ પટેલ વાડી પાસે પુરપાટ સીટી બસે એસએનકે સ્કૂલની વાનને ઠોકરે લેતાં પલટી ખાઈ ગઈ હતી. વેનમાં બેઠેલા 4 બાળકો તેમજ ચાલકનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવના પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં બસ ચાલક નાસી છૂટવાનો પ્રયાસ કરતા લોકોના ટોળાએ તેને ઝડપી લઈ મારકુટ કરી ભકિતનગર પોલીસના હવાલે કરતા પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL