વાણી કપૂરને ફિલ્મો મેળવવાના પણ સાંસ

March 18, 2017 at 5:08 pm


અભિનેત્રી વાણી કપુરને પણ હવે ફિલ્મો હાથ લાગી રહી નથી. જો કે તે મોટા સ્ટાર સાથે કામ કરવાનુ સપનુ ધરાવે છે. આગામી દિવસાેમાં મોટા અભિનેતાઆે સાથે કામ કરવાની તક મળી જશે તેવો આશાવાદ તે ધરાવે છે. બેફિક્રેમાં હાલમાં જ નજરે પડેલી અભિનેત્રીએ કહ્યું છે કે, તે ઇચ્છે છે કે અફવા સાચી પડે અને તે આગામી સમયમાં બાેલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે કામ કરી શકે. એક કાર્યક્રમમાં વાણી કપૂરે આ મુજબની વાત કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વાણી કપૂરને લઇને એક ફિલ્મ શાહરુખ ખાન સાથે બનાવવાની હિલચાલ ચોપડા દ્વારા હાથ ધરવામાં આવી છે. પાેતાની આગામી ફિલ્મો અંગે પૂછવામાં આવતા 28 વષીૅય અભિનેત્રી વાણી કપૂરે કહ્યું હતું કે, કોઇપણ યોજના હજુ તૈયાર થઈ નથી.

પટકથામાં હાલ તે અભ્યાસ કરી રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મોની આેફર આવી છે. બેફિક્રે ફિલ્મને મળેલા પ્રતિસાદ અંગે વાત કરતા વાણીએ કહ્યું હતું કે તે માને છે કે, બેફિક્રે ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કેટલાક લોકોએ આ ફિલ્મને પસંદ કરી છે જ્યારે કેટલાક લોકોએ ફિલ્મને પસંદ કરી નથી. ફિલ્મમાં પાેતાના જુદા રોલ અંગે પુછવામાં આવતા વાણીએ કહ્યું હતું કે, પટકથા ઉપર તમામ બાબતાે આધારિત રહે છે. બીજા પ્રનના જવાબમાં વાણી કપૂરે સફળતાપૂર્વક આવ્યા હતા. રણવીરિંસહ સાથેની પાેતાની ફિલ્મના સંબંધમાં વાણીને વધુ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રણવીરની ભૂમિકાની પણ વાણીએ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, રણવીર એનજીૅ ધરાવનાર આધુનિક સમયમાં સારા અભિનેતા પૈકીનાે એક છે.

print

Comments

comments

VOTING POLL