વાયબ્રન્ટ સમિટમાં જોડાવા દેશના ‘યુથ આઈકોન્સ’નું યુવાઆેને આહ્વાન

January 10, 2019 at 11:35 am


વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ને શરૂ થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તેના ભાગરૂપે શહેરની આત્મીય કોલેજના આેડિટોરિયમમાં યુથ કનેક્ટ શીર્ષક હેઠળ સંગોિષ્ઠ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરી દેશ અને દુનિયામાં પોતાનું અને દેશનું નામ રોશન કરનારા યુથ આઈકન્સે આ કાર્યક્રમમાં યુવાનોને પ્રેરણાત્મક પ્રવચનો આપ્યા હતાં. આ કાર્યક્રમ પહેલાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઈએએસ જયંતી રવિ, આરતી કંવર, ધનરાજ નથવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

યુવાનોને સંબોધન કરતાં રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું કે કોઈના પાસે વારસાગત બિઝનેસ હોય તો પણ તેણે સંઘર્ષનો સામનો કરવો જ પડે છે. હું રિલાયન્સમાં તાલીમી તરીકે જોડાયો હતો ત્યારે પણ મારે કેટલીક અડચણોનો સામનો કરવો પડયો હતો પણ જો તમે સતત પ્રયત્ન કરતાં રહો તો એક દિવસ જરૂર સફળતા મળશે. સતત ફરતાં રહેવાના કારણે નવું-નવું જાણવા મળે છે. નવી કાર્યપÙતિ અને સમાજ જીવન વિશે માહિતી મળે છે જે તમને તમારા કામમાં ખૂબ જ ઉપયોગી નિવડે છે. તેમણે દ્વારકાના જગત મંદિરમાં કરવામાં આવેલા વિકાસકામોની પણ માહિતી આપી હતી.

જ્યારે ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન અને હાલના મેનેજર ધનરાજ પીંઈએ જણાવ્યું કે આજના યુવાનોએ સામાન્ય રીતે પોતાનામાં રહેલી લઘુતાગ્રંથીને દૂર કરવી જોઈએ. મને મારી કારકીદિર્ની શરૂઆતના તબક્કામાં અંગ્રેજી નહોતું આવડતું એના કારણે હું નાનપ અનુભવતો હતો. રમત પૂરી થાય એટલે હું તુરંત નીચું માથું કરીને બોક્સમાંચાલ્યો જતો હતો. જો કે મેં પણ મારી કારકીદિર્માં ઘણો સંઘર્ષ કર્યો છે. મારા પિતા અને ભાઈ હોકી રમતા હતા. મેં મનમાં નિòય કર્યો કે હું પણ હોકી રમીશ. રોજની નવ કલાક સખત પ્રેિક્ટસ કરતો હતો. એ બાદ સફળતા મળી હતી. જો કોઈનામાં પ્રતિબÙતા અને સમર્પણ હોય અને કંઈક કરવાની ક્ષમતા હોયતો તે સફળતા જરૂર મળે છે.

જાણીતા એિક્ટવીસ્ટ અને ઉદ્યાેગ સાહસિક રૂઝાન ખંભાટાએ જણાવ્યું કે સંઘર્ષને સંઘર્ષ કહેવાનેબદલે તેને પડકાર કહેવો જોઈએ. જો તમે કોઈ પણ સંઘર્ષને પડકારરૂપ લેશો તો સફળતા અચૂક મળશે. જાણીતી સ્ટાર્ટઅપ કંપની આઉટ લાઈન ઈન્ડિયાના સ્થાપક પ્રેરણા મુખાર્યાએ મહિલા સશિક્તકરણ વિશષ કહ્યું કે મહિલાઆેને કોઈ વિશેષ સવલત નથી જોઈતી. માત્ર તેમને સમાન ગણો, તેમને સમાન અધિકાર આપો તો તે પણ સક્ષમ જ છે.

આ કાર્યક્રમ પહેલાં એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેને સંબોધન કરતાં આઈએએસ જયંતી રવિએ કહ્યું હતું કે વાયબ્રન્ટ સમિટ થકી યુવાનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો પ્રયાસ છે અને સમિટમાં વધુને વધુ યુવાઆે જોડાય તે માટે વિવિધ શહેરોમાં ‘યુથ કનેક્ટ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

print

Comments

comments

VOTING POLL