વાવડીની કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન ખાનગી ઠેરવવાના પાંચ ચૂકાદા રિવિઝનમાં લેતાં કલેકટર

January 11, 2019 at 3:57 pm


વાવડી ગામની સર્વે નં.49ની સરકારી ખરાબાની 25 હજાર ચો.મી. જેટલી જમીન ખાનગી ઠેરવવાના અગાઉના પ્રાંત અધિકારીઆેના પાંચ નિર્ણયો રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ રિવિઝનમાં લીધા છે અને આગામી તા.23ના રોજ તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. પાંચ-પાંચ કિસ્સાઆે રિવિઝનમાં લેવાના કલેકટરના નિર્ણયથી ભારે ચકચાર પામી છે અને રેવન્યુ વિભાગમાં આ મુદ્દાે હોટ ટોપિક બન્યાે છે.
1948માં રાજાશાહીના અંત પછી 1948 પછી રાજવીઆે પાસેથી દસ્તાવેજ નાેંધણીની સત્તા પાછી ખેંચી લેવામાં આવી હતી. વાવડી સર્વે નં.49ના કિસ્સામાં રજવાડાઆેની સત્તા પુરી થયા બાદ પણ અમુક દસ્તાવેજો થયા હોવાનું ખૂલવા પામ્યું છે. આ કિસ્સામાં સરકારી દફતરે એન્ટ્રી કરવા માટે દાવાઆે કરાયા હતા અને એકાએક આ દાવાઆે પાછા ખેંચી નવેસરથી એન્ટ્રી માટેની અરજી કરવામાં આવી હતી અને આવી અરજીઆે મંજૂર કરીને જે તે આસામીઆેના નામે જમીન ચડાવી દેવામાં આવી છે. આ સંદર્ભે પાંચ કેસ રિવિઝનમાં લેવાની સાથોસાથ તત્કાલીન પ્રાંત અધિકારી અને મામલતદાર સમક્ષ પણ કાર્યવાહીની શકયતા નકારાતી નથી.
અગાઉ પણ આ સર્વે નંબર પૈકી અમુક કિસ્સાઆેમાં કેટલીક હિસ્સાની જમીન કલમ 37/2 મુજબ ખાનગી ઠેરવવામાં આવી છે અને અમુક જમીન ટ્રિબ્યુનલના ચૂકાદાના આધારે ખાનગી ઠેરવવામાં આવી છે ં પરંતુ આ કિસ્સામાં સરકારી હેડેથી પ્રાેસીઝર વગર ખાનગી માલિકીની જમીન ઠરાવીને એન્ટ્રી કરી દેવામાં આવી છે. 37/2 હેઠળ કાર્યવાહી કર્યા વગર અને કમિ-જાસ્તીપત્રક પરત્વેની કાર્યવાહી કર્યા વગર સરકારી હેડેથી જમીન કમી થયાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામેલ છે.

print

Comments

comments

VOTING POLL