વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અસામાજિક તત્વો દ્રારા દબાણ

February 13, 2018 at 3:58 pm


વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, વાવડીથી ગોંડલ રોડ પર જતાં મેઇન રોડ ઉપર ફાલ્કન પમ્પસ પ્રા.લી. પાછળ અસામાજીક–માથાભારે તત્વો દ્રારા રાજકોટ મહાનગરપાલીકાની જગ્યા પર અનઅધિકૃત રીતે દબાણ કરી જગ્યા વાળી લીધી છે તે જગ્યામાં માથાભારે લોકો દ્રારા લાકડાનો તથા પ્લાસ્ટીકનાં ભંગારનો હજારો ટનનો ધંધો કરે છે. વાવડી ગામ તથા આજુ બાજુની નાની મોટી ફેકટરીઓને અડીને હજારો મણ જવલંતશીલ પ્લાસ્ટીક સ્ક્રેપ અને લાકડાનો સ્ક્રેપનો જથ્થો મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યામાં ખડકલા કરેલ છે. આ દબાણ પાસે જ એટલે કે ૧૦થી ૧પ ફુટના અંતરે કચરો સળગાવતા હોય તો આ કચરાની આગ પ્લાસ્ટીક તથા લાકડાના મોટા જથ્થાને લાગશે તો આ આગ કોઇપણ કાળુ બુજાવી શકશે નહીં તેમજ અનેક મજૂરો, ગામલોકો, ફેકટરીના કારીગરો બળીને ભડથુ થઇ જશે આ આગ લાગશે તો જાનમાલની કલ્પના બહારની નુકશાની થશે જેની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની રહશે. આ અનઅધીકૃત દબાણને તાત્કાલીક દૂર કરવા વાવડી ઇન્ડસ્ટ્રીયલ એશોસીએશનની માગણી છે આ બાબતે તાત્કાલીક પગલાં લેવા

print

Comments

comments

VOTING POLL