વાહનોમાં થર્ડ પાર્ટી વીમો ફરજિયાત: ન હોય તો વાહન ડિટેઈન

July 17, 2017 at 4:22 pm


શહેરના માર્ગો પર માતેલા સાંઢની માફક દોડતા વાહન ચાલકોની હવે ખેર નહીં રહે અને તેની સામે કડક કાર્યવાહી કરવા અને વાહનનો વિમો ન હોય તો વાહન ડીટેઈન કરી અસરકારક કામગીરી કરવા વાહન વ્યવહાર કમિશનર દ્વારા પરિપત્ર બહાર પાડી અસરકારક ચેકીંગ ઝુંબેશ હાથ ધરવા તમામ આરટીઓ કચેરી અને ચેક પોસ્ટને આદેશ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ ગાંધીનગર વાહન વ્યવહાર કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે, ધી મોટર વ્હીકલ એકટ 1998ની જોગવાઈ અનુસાર નોંધાયેલા તમામ વાહનો થર્ડ પાર્ટી વિમો લેવો ફરજીયાત છે અને વિમા વગરના વાહનોના અકસ્માતના કેસમાં ભોગ બનનાર વ્યકિતને વળતર મેળવવા ખુબ જ તકલીફ પડતી હોય છે. આથી સેક્રેટરી ટુ ધ કમીટી, સુપ્રીમ કોર્ટ કમીટી ઓન રોડ સેફટી ન્યુ દિલ્હીના તા.27/12/2016ના પરિપત્રથી વિમા વગરના વાહનો સાથે પકડાય તો તેને ડીટેઈન કરવાની કાર્યવાહી અને સઘન ચેકીંગ કરવામાં જણાવ્યું છે. આથી ઉપરોકત બાબતે ચેકીંગ સમયે તેમજ કચેરીના કામકાજ માટે રજુ કરવામાં આવતા દસ્તાવેજોમાં થર્ડ પાર્ટી વિમાની ચકાસણી કરવા, વાહન માલીક ફરજીયાતપણે અમલી વિમો રાખેલ તે માટે અસરકારક ચેકીંગ ઝુંબેશ ગોઠવવા, વિમો લેવા માટે લોકોમાં જાગૃતિ આવે તે જરી કાર્યક્રમ ગોઠવવા અને વિમા વિના વાહન ફરતું પકડાઈ તો ડીટેઈન કરવા તેમજ પકડાયેલા વાહનનો વિમો લીધા પછી જ વાહન મુકત કરવું તેમ પરિપત્રમાં તમામ સહાયક/પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી, ઈન્ચાર્જ આરટીઓ ચેકપોસ્ટને આદેશ કરવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL