વાેંધડામાં માલધારી યુવકનું ભુખથી મોત

September 1, 2017 at 8:50 pm


ભચાઉના વોધડા ગામે માલધારી યુવકનું ભુખ-તરસથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતાે મુજબ વોધડા ગામે રહેતાે 4પ વર્ષિય ડાયાભાઈ જેઠાભાઈ ડુંગરીયા ગત તા. ર8ના સવારે 11 વાગ્યે બકરીનાે ચારો લેવા વોધડા વીજપાસર સીમમાં ગયો હતાે ત્યારે મોડી સાંજ સુધી તે પરત ન આવતા તેના કાકા ખુમાણભાઈ ડુંગરીયાએ શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ક્યાંય પતાે મળ્યો ન હતાે. જેથી ર9 તારીખે ભચાઉ પાેલીસ મથકે ગુમનાેંધ નાેંધાવી હતી. જોકે પાેલીસે માત્ર ગુમનાેંધ દાખલ કરીને સંતાેષ માની લીધો હતાે. બીજી તરફ તેના કાકા સહિતનાઆેએ શોધખોળ હાથ ધરી હતી. અને આજે ડાયાભાઈ ગંભીર હાલતમાં મળી આવ્યો હતાે. જેને પ્રથમ ભચાઉ તેમજ વધુ સારવાર માટે ભુજની જનરલ હોÂસ્પટલમાં લઈ અવાતાે હતાે ત્યારે તેણે રસ્તામાં અંતિમ શ્વાસ લઈ લીધા હતા. ભુખ-તરસથી તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.

print

Comments

comments

VOTING POLL