વિકાસકાર્યોમાં ગોકળ ગાયની ગતી સ્ટેન્ડિંગમાં સભ્યોનો સૂર

October 12, 2017 at 1:35 pm


ચુંટણી પુર્વે મતદારોને રીઝવવા એક પણ તક જતી નહી કરવા સ્ટેન્ડિંગમાં નિર્દેશ ઃ વિકાસ કાર્યો માટે થયેલ દરખાસ્તના ટેન્ડર બહાર પાડી દેવા સુચના ઃ અધ્યક્ષ સ્થાનેથી એક સામટા 7 ઠરાવ લેવાયા ઃ 13.09 કરોડના વિકાસ કાર્યોને લીલીઝંડી ઃ વિકાસ કાર્યોમાં વિલંબ અને ગુણવત્તામાં બાંધછોડ નહી ચલાવી લેવા ચેરમેનની તાકીદ

મહાપાલિકાએ હાથ ધરેલા જુદા-જુદા વિકાસ કાર્યો ગોકળ ગાયની ગતીથી ચાલતા હોવાનો સૂર ખુદ શાસક પક્ષના સભ્યોએ સ્ટેન્ડિંગમાં રજુ કર્યો હતો. આ ઉપરાંત ડ્રેનેજના ઢાંકણા રીપેરીગ જેવા સામાન્ય કામમાં તંત્ર મહિનો વિતાવતું હોવાની રાવ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટિમાં રૂા.13.09 કરોડના વિકાસ કામ માટે ચેરમેનએ લીલીઝંડી આપી હતી તો મ્યુનિ. ફાયનાન્સ બોર્ડમાં વિકાસ કાર્યો માટે થયેલ દરખાસ્તની ટેન્ડર પ્રqક્રયા આદરી દેવા ચેરમેનએ સુચના આપી ચુંટણી પુર્વે મતદારોને રીઝવવા એક પણ તક જતી નહી કરવા સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો!
ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન સુરેશ ધાંધલ્યાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં રૂા.13.09 કરોડના ખર્ચથી રોડ, ડ્રેનેજ તથા વોટર વર્કસના વિકાસના કામો તેમજ ગંગાજળિયા તળાવ ડેવલપમેન્ટ અને પીકનીક પોઇન્ટ તરીકે વિકસાવવાનું હાથ ધરવા લીલીઝંડી અપાઇ હતી. આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી વિવિધ 7 ઠરાવ પણ રજુ કરી મંજુર કરાયા હતા. દરમ્યાનમાં વિકાસ કાર્યોમાં ગોકળ ગાયની અંગે સભ્યોએ રોષ વ્યકત કર્યો હતો અને સમયસર કામ નહી થવાથી અરજદારો નગરસેવકોને ઘેરતા હોવાનો આક્રાેશ ઠાલવ્યો હતો. જેની સામે ચેરમેન સુરેશ ધાંધલ્યાએ તંત્ર અને નગરસેવકોને નહી ગણકારનાર એજન્સી-કોન્ટ્રાકટરો સામે પગલા ભરવા અને જરૂર પડે બ્લેક લીસ્ટ કરવા તાકીદ કરી હતી.
શહેરના કાળિયાબીડ વોર્ડમાં આેમ કન્ટ્રકશન કંપનીએ બે-અઢી માસથી ખોદાણ કરી કામ અધુરૂ મુકી દેતા રહિશો પરેશાન થઇ રહ્યા છે. આ ઉપરાંત એજન્સીએ ખોદાણ પણ નિયમ મુજબ નહી કર્યાની રાવ સભ્ય પરેશ પંડéાએ કરી હતી. જ્યારે વડવા તથા શહેરી વિસ્તારમાં ફેઝ-2માં શૌચાલય રીપેરીગમાં કામ દોઢ વર્ષથી ચાલી રહ્યું છે. જે સામે સભ્ય રાજુ રાબડીયાએ અવાજ ઉઠાવ્યો હતો જેમાં નગરસેવકોની સહમતી છતાં કામનો વિરોધ થતા કામગીરી આગળ નહી ધપી શકતી હોવાનો તંત્રએ બચાવ કર્યો હતો. વિજયરાજનગરમાં આર.સી.સી.રોડની કામગીરી અત્યંત ધીમી થતા હજુ પી.સી.સી. સુધી નથી પહાેંચી, એજન્સી ગણકારતી નથી જેથી રહિશો પરેશાન થઇ રહ્યા છે. જેની સામે પગલા ભરવા રાજુ રાબડીયાએ ભારપુર્વક જણાવ્યું હતું. જેની સામે એજન્સીને નોટીસ આપ્યાનું રોડ અધિકારી મકવાણાએ જણાવ્યું હતું. આજની સ્ટેન્ડિંગમાં ગોકળ ગાયની ગતી અંગે સભ્યોનો સામુહિક સૂર રહ્યાે હતો. સ્ટેન્ડિંગ ચેરમેનએ પણ સભ્યના સૂરમાં સૂર પુરાવી એજન્સીઆેની દાદાગીરી નહી ચલાવી લેવા તાકીદ કરી હતી. નગરસેવક રાજુ રાબડીયાએ ડ્રેનેજનું ઢાંકણું બદલવા એક મહિનાથી રજુઆત છતા ઉકેલ નહી આવવા સાથે આક્રાેશ વ્યકત કર્યો હતો.

ઝોનલ કચેરીમાં લોલમલોલ ઃ ત્રણ માસ પછી પણ વેરો સ્વીકારવા બારી ખુંી નથી!
નાના-નાના પ્રશ્નોમાં અરજદારોને મુખ્ય કચેરી સુધી ધક્કા યથાવત ઃ સભ્યની રજુઆતથી કમિñર પણ ચાેંક્યા
શહેરના વિસ્તારનો વ્યાપ વધતા પુર્વ અને પશ્ચિમ બન્ને મત વિસ્તારમાં ઝોનલ આેફીસ કાર્યરત કરી અરજદારો માટે સરળતા ઉભી કરાઇ છે પરંતુ તંત્રમાં સંકલનના અભાવે ઝોનલ કચેરીનો લાભ ખરા અથર્માં અરજદારોને મળી શકયો નથી. શહેરની બન્ને ઝોનલ કચેરીમાં વેરો સ્વીકારવા હજુ સુધી બારીની વ્યવસ્થા જ નહી કરાઇ હોવાનો ઘટસ્ફોટ સભ્ય હરેશ મકવાણાએ કર્યો હતો. સ્ટેન્ડિંગમાં તેમને ઉઠાવેલા મુદ્દા અને પ્રશ્નો હંમેશા અસરકારક રહ્યા છે. જે મુજબ ઝોનલ કચેરીનો મુદ્દાે ઉજાગર કરતા ચેરમેન અને કમિñર પણ ચાેંકી ઉઠéા હતા. વેરા વસુલાત માટે ઝોનલ કચેરી ચાલુ થયાના ત્રણ-ચાર માસ પછી પણ બારી નહી ખુલતા કચેરીનો મતલબ જ શું રહ્યાેં તેવો વેધક સવાલ ચેરમેનએ ઉઠાવી અધિકારીઆેને ખખડાવ્યા હતા. અરજદારોને નાના-નાના કામ માટે મુખ્ય કચેરી સુધી દોડાવાતા હોવાનો સુર પણ વ્યકત થયો હતો જે સામે તાત્કાલીક ધોરણે પ્રશ્નોનો ઉકેલ લાવવા ચેરમેનએ તાકીદ કરી હતી. સામાપક્ષે જવાબદાર અધિકારીએ ભુલ સ્વીકારવાને બદલે એકબીજા પર ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સીક્યુરીટી વ્યવસ્થા તેમજ ટપાલ લાવવા લઇ જવા મેન પાવરના અભાવની ફરિયાદ પણ અધિકારીગણે કરી હતી. સભ્ય હરેશ પરમારએ ઝોનલ કચેરીમાં ફરજ પરના કર્મચારીઆે મોબાઇલમાં વાતચીતમાં અને ગેમ રમવામાં જ વધુ વ્યસ્ત રહેતા હોવાનો આંખે દેખ્યો અહેવાલ આપ્યો હતો!

print

Comments

comments

VOTING POLL