વિકાસ ગાંડો થયો છે કે પેલો ગગાે, એ તાે રામ જાણે, પણ પ્રજા ગાંડી થશે તાે ?

September 19, 2017 at 6:17 pm


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના લાગલગાટ પ્રવાસને પગલે રાજ્યમાં ચૂંટણીનું વાતાવરણ હવે ધીરેધીરે જામવા લાગ્યું છે. 1961ના વર્ષમાં પંડિત જવાહરલાલ નહેરુએ નર્મદા યોજનાનાે શિલાન્યાસ કર્યા બાદ કાેંગ્રેસે આ મહાકાય યોજનાના સંદર્ભમાં વધુમાં વધુ કામો કરી પ્રજાને લાભ કરાવ્યો છે તેવો કાેંગ્રેસ પક્ષ ગમે તેવો મજબૂત દાવો કરે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા. 17મી સપ્ટેમ્બર તેમના જન્મદિવસે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજના ડેમ રા»ટ્રને સમ##352;પત કરી રાજકીય બાજી મારી લીધી છે.

કાેંગ્રેસ ઉપરાંત ભાજપના એક ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે જેઆે નરેન્દ્ર મોદીને સ્હેજ પણ પસંદ કરતા નથી. તેમણે નર્મદા યોજનાનાે ભાજપ મોટો જશ લઈ રહ્યાાે છે તેવું સાબિત કરતા નિવેદનાે કરી ભારે ધમપછાડા કર્યા પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર બંધ રાષ્ટ્રને કરી તે પ્રસંગને ખાસ કરીને ગુજરાતની પ્રજાએ ભારે હષોૅલ્લાસ સાથે વધાવી લીધી છે.
આ અગાઉ તા. 13મી અને 14મી સÃટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન આબે સિન્જો સાથે અમદાવાદમાં 8 કિલોમીટર લાંબાે ઐતિહાસિક રોડ શો કરીને તથા જાપાનના સહયોગથી સંભવતઃ વર્ષ 2022માં દોડનારી બુલેટ ટ્રેનની હાઈસ્પીડ રેલ યોજનાનું ભૂમિપૂજન કરી દેશભરમાં લોકોની વાહવાહી મેળવી લીધી હતી. જો કે બીજી તરફ આ તામજામ અને બંને દેશોના વધતા જતા સંબંધોથી કાેંગ્રેસ તથા ચીનના પેટમાં તેલ રેડાયું છે. કાેંગ્રેસે આ બુલેટ ટ્રેન પ્રાેજેક્ટના ભૂમિપૂજનને ચૂંટણીલક્ષી ગણાવી પ્રજાને ભ્રમિત કરવાનાે પ્રયાસ કયોૅ છે ત્યારે ચીનથી હવે એશિયા ઉપખંડમાં ભારતની વધતી જતી તાકાત સહન થતી નથી.

નરેન્દ્ર મોદી આફતને અવસરમાં પલટવાની પ્રચંડ તાકાત ધરાવે છે. નરેન્દ્ર મોદી જ્યારથી ગુજરાતનું મુખ્યમંત્રીપદ દોડી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી જાણે ગુજરાતની દશા બેઠી હોય તેવી સર્વત્ર છાપ ઉભી થઈ રહી છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઆેમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે. અધિકારીઆે સાથેની સાંઠગાંઠને લીધે ભ્રષ્ટાચારી નેતાઆે નિરંકુશ બન્યા છે. પક્ષમાંથી તેમને કોઈ રોકનાર કે ટોકનાર રહ્યું નથી. વડાપ્રધાન તથા મુખ્યમંત્રી વિરુદ્ધ હૈયામાં સળગતી આગથી બળતા કેટલાક ભાજપના જ ટોચના નેતાઆે આવા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી રહ્યાા છે. જેના કારણે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઆે સાથેની મ્યુનિ. શાસકોની સાંઠગાંઠ હવે છાપરે ચડીને પાેકારવા લાગી છે. વરસાદને કારણે ગુજરાતના તમામ મહાનગરો, નગરો, જિલ્લાઆે, તાલુકાઆે વગેરેના રોડ તૂટી ગયા છે.
ગુજરાતમાં મોદી શાસન વખતે ભારે વરસાદ સામે પણ અડીખમ રીતે ટકી રહેતા રોડ-રસ્તાઆે ઠેર-ઠેર તૂટી ગયા છે. રોડના નિમાૅણકાર્ય કરતા કોન્ટ્રાક્ટરો પાસેથી તેના ટકાઉપણાની ગેરંટી લેવાતી હતી તાે તેમને દંડ કરી તેમની પાસેથી મફતમાં રોડ બનાવવાની ત્રેવડ ભ્રષ્ટાચારી તંત્રમાં હવે રહી નથી. અમદાવાદ જેવા મોટા શહેરોમાં પડતા મોટા મોટા ભુવાઆે મહિનાઆે સુધી રિપેર થતા નથી. મોદી અને આબેના આગમન ટાણે તેઆે જે માગૅ પરથી પસાર થવાના હતા તે તમામ રોડ રાતાેરાત નવા બની ગયા અને નવી રૂપાળી દુલ્હનના ગાલ જેવા ચકચિત બની ગયા હતા તાે પછી સમગ્ર શહેર અને અન્ય શહેરોના રસ્તાઆે કેમ નવા બની શકે નહીં.

અમદાવાદના તત્કાલિન મ્યુનિ. કમિશનર કેશવ વમાૅના સમયમાં શહેરના તમામ રસ્તાઆે પાકા મજબૂત અને ટકાઉ બની ગયા હતા. જેને અમદાવાદની પ્રજા આજે પણ યાદ કરે છે. તાે આજે આવું કેમ થઈ શકે ? હકીકતમાં છળ, કપટ અને વચનભંગના આ રાજકીય દૌરમાં પ્રજાનું હિત જેના હૈયે વસતું હોય તેવા નિષ્ઠાવાન અને પ્રામાણિક નેતાઆે શોધ્યા પણ જડતા નથી.
રાજ્યના શહેરોની બદતર હાલત જોઈને ?વિકાસ ગાંડો થયો છે? તેવું તાેફાની સૂત્ર પ્રજાને હવે ગમતું થયું છે. વિકાસ ગાંડો થયો છે કે પેલો ગગાે ગાંડો થયો છે એ તાે રામ જાણે પણ જ્યારે પ્રજા ગાંડી થશે તાે ભલભલા નેતાઆેની શાન ઠેકાણે આવી જશે તેમાં કોઈ બેમત નથી.
ગુજરાતની દશા અને દિશા કરોડો શિક્ષિત યુવા મતદારો નક્કી કરશે. આવનારી ચૂંટણીમાં હવે જ્ઞાતિવાદ કે જાતિવાદ સમીકરણો ચાલશે નહીં. વિધાનસભાની ચૂંટણીમાં પ્રજા તેમના ટેક્ષના નાણાંનાે હિસાબ માંગશે. વિકાસમાં કેટલાં ખર્ચાયા, ઉડાઉડમાં કેટલાં ખર્ચાયા, અર્થહીન મેળાઆે, કાર્યક્રમો અને રાજકીય તાયફામાં કેટલાં ખર્ચાયા તેનાે હિસાબ રાજકીય પક્ષોએ અને ખાસ કરીને શાસક પક્ષે આપવો પડશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વૈતરણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રા»ટ્રીય પ્રમુખ અમિત શાહના સહારે પાર કરવાની ગુજરાત ભાજપે ગમે તેવી ગણતરીઆે માંડી હોય પરંતુ આ વખતે મતદારોનાે મૂડ બહુ સારો દેખાતાે નથી, કેટલાંક ગણ્યાગાંઠâા ઉદ્યાેગપતિઆેને બાદ કરતા પટેલ, આેબીસી, દલિત સમાજ ઉપરાંત વેપારી વગૅ સરકારથી નારાજ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ લાì પ્રાેફાઈલ નેતા છે. તેમની ત્વરિત નિર્ણય શક્તિ અને રાજ્યના હિતમાં મહ¥વપૂર્ણ નિર્ણય લેવાની કાબેલિયત દાદ માંગી લે તેવી છે. પરંતુ આ વખતે એન્ટી ઈન્કમ્બન્સીનાે ડર ભાજપને ધ્રુજાવી રહ્યાાે છે.
ગુજરાતના શિક્ષિત બેરોજગારો કે વિદ્યાથીૅઆેને લાલચ આપી મત ખેંચવાની યોજના રાજકીય પક્ષોને ભારે પડી રહી છે. વિદ્યાથીૅઆેને માત્ર એક હજારમાં ઈ-ટેબ આપવાની રાજ્ય સરકારની યોજનાને ઝાઝો પ્રતિસાદ મળ્યો નથી. ત્યાં કાેંગ્રેસ પક્ષે પણ રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનાેને બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.

કાેંગ્રેસ પક્ષ જો પ્રામાણિક હોય અને શુદ્ધ દાનતથી આવી જાહેરાત કરાઈ હોય તાે સહુ પ્રથમ દેશમાં પંજાબ જેવા કાેંગ્રેસ શાસિત રાજ્યોમાં યુવાનાેને બેરોજગારી ભથ્થુ આપવાની શરૂઆત કરવી જોઈએ. જેથી ગુજરાતમાં કરાયેલી આ જાહેરાત પર અહીંના યુવાનાે વિશ્વાસ કરી શકે.
ખૈર, વચનની લ્હાણી કરવામાં કાેંગ્રેસ અને ભાજપ બંને એકબીજાના કાકા-મામાના દીકરા છે તેવું ગુજરાતના મતદારો સારી રીતે સમજી ચૂક્યા છે. માટે સાેનું બતાવી પિત્તળ પધરાવી દેવાનાે ખેલ હવે વધુ સમય ચાલશે નહીં તેમ રાજકીય પક્ષોએ શાનમાં સમજી લેવું પડશે.

print

Comments

comments

VOTING POLL