વિજતંત્રએ ધરમપુર ગામે 4 દિવસે ટ્રાન્સફોર્મર રીપેર કર્યું!

August 12, 2017 at 2:06 pm


પોરબંદર નજીકના ધરમપુર ગામે ચાર દિવસ પહેલા ટ્રાન્સફોર્મર સળગી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને વારંવારની રજુઆત બાદ અંતે ચોથા દિવસે સમારકામ કરવાનું ચોઘડીયું આવ્યું હતું.
પોરબંદરથી 8 કિલોમીટર દૂર આવેલા ધરમપુર ગામે ચાર દિવસ પહેલા ગામના પાટીયા પાસે ટ્રાન્સફોર્મર સળગી ગયું હતું. અને આજુબાજુમાં રહેતા લોકોએ વિજતંત્રને જાણ કરી હતી. હમણા આવીએ…કાલે આવીએ..કલાકમાં આવીએ..કહીકહીને વિજતંત્રના અધિકારીઆેએ ત્રણ દિવસ કાઢી નાખ્યા હતા. ત્યારબાદ આ વિસ્તારના લોકો ઉગ્ર બની ગયા હતા અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ત્યારે નિંભર અધિકારીઆે જાગ્યા હતા અને ચોથા દિવસે સમારકામ માટે આવ્યા હતા. સ્થાનિક રહેવાસીઆેએ ભારે રોષ વ્યક્ત કરીને વિજતંત્રની બેદરકારી અંગે આક્રાેશ ઠાલવ્યો હતો. ચાર-ચાર દિવસ સુધી લોકોને હેરાન કરનાર જવાબદારો સામે પગલા ભરવા પણ માંગ કરી હતી.

print

Comments

comments

VOTING POLL