વિઝાના ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેકશનનો ચાર્જ ઘટયો

June 13, 2018 at 11:11 am


દેશના સૌથી મોટી કાર્ડ પેમેન્ટ નેટવર્ક વિઝાએ ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેકશન પરના ચાર્જમાં ઘટાડો કર્યો છે. તેનાથી ભારતમાં ડિજિટલ પેમેન્ટનું માર્કેટ વિસ્તરશે અને વધુ નાના વેપારીઓ તથા ગ્રાહકો તેનો ઉપયોગ કરતા થશે.
મેમ્બર બેન્કોને મોકલેલા એક પત્રમા વિઝાએ જણાવ્યું હતું કે, તે ડેબિટ કાર્ટ ટ્રાન્ઝેકશન પરના દરનાં 95 ટકા સુધી ઘટાડો કરશે, ા.2,000થી ઓછી રકમના ટ્રાન્ઝેકશન પર સૌથી વધુ ઘટાડો થશે.
વિઝાએ તમામ ક્ધઝયુમર અને મર્ચન્ટ કેટેગરીમાં ડિજિટલ પેમેન્ટ યુસેઝને પ્રોત્સાહિત કરવા ડેટા પ્રોસેસિંગ ફી મેળવી છે. તેનાથી ગ્રાહકોમાં ડેબિટ કાર્ડ પેમેન્ટસનો ઉપયોગ વધશે એટલું જ નહીં કલાયન્ટને સરકારના ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામના ટેકામાં ડિજિટલ પેમેન્ટ 15 ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તારવામાં પણ મદદ મળશે.
નેટવર્ક પર કાર્ડ ટ્રાન્ઝેકશનની સંખ્યાની દ્રષ્ટિએ વિઝા ભારતમાં 40 ટકાથી વધારે બજારહિસ્સો ધરાવે છે. ભારતમાં 96 ટકા જેટલો વપરાશ ડેબિટ કાર્ડનો હોય છે. પરંતુ વેલ્યુની દ્રષ્ટિએ 51 ટકા જેટલો હિસ્સો ક્રેડિટ કાર્ડનો છે. દેશના 86.1 કરોડ ડેબિટ કાર્ડના ઉપયોગની સામે ક્રેડિટ કાર્ડની સંખ્યા માત્ર 3.7 કરોડ છે, જેથી ડિજિટલ પેમેન્ટમાં ડેબિટ કાર્ડનો પૂરતો ઉપયોગ થતો નથી.
પહેલી જુલાઈથી કાર્ડ ઈશ્યુકતર્િ બેન્કોને વિઝા દ્વારા લાગુ થતો ચાર્જ ા.2,000થી નીચેના ટ્રાન્ઝેકશન માટે ઘટીને 15 પૈસા થશે જયારે તેનાથી મોટી રકમના ટ્રાન્ઝેકશન માટેનો ચાર્જ ા.1.5 રહેશે. અત્યારે તમામ ટ્રાન્ઝેકશન માટે ા.2.99નો એકસમાન દર છે.

print

Comments

comments

VOTING POLL