વિદેશીઓને ‘વેલકમ’

January 12, 2018 at 6:29 pm


ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટની નવી નીતિની જાહેરાત સાથે 2018માં આવનારી આઠ રાજ્યોની ચૂંટણી અને 2019ના એપ્રિલ કે મે મહિનામાં થનારી લોકસભાની ચૂંટણીઓના ઢોલ પર દાંડી પિટવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી દીધું હોય તેવુ લાગી રહ્યું છે. ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ એ, કોંગ્રેસની યુપીએ-ટૂ સરકારનો વિચાર હતો, જ્યારે વિશ્ર્વના પ્રખ્યાત અર્થશાસ્ત્રી મનમોહન સિંહ આ દેશના વડા પ્રધાન હતા, તેમણે જ ભારતમાં મુક્ત અર્થતંત્રની શરૂઆત કરી હતી. હવે એજ નીતિને મોદી સરકારે અપ્નાવવી પડી છે. 2014માં આજ રીતે પ્રવેશેલી આઇકિયા રિટેલ બ્રાન્ડ કંપ્ની માટે હવે ઉજળી તક ઊભી થઈ!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને પ્રધાન મંડળની બેઠકમાં જે નિર્ણય લેવાયો તે મુજબ સિંગલ બ્રાંડ રિટેલમાં 100 ટકા વિદેશી રોકાણને સરકારે મંજૂરી આપી છે. કોઈપણ એક વસ્તુ (બ્રાન્ડેડ)ના ભારતમાં વેચાણ કરવા માટે ઓટોમેટિક રુટ સહિતની જોગવાઈ જાહેર થઈ. ઓટોમેટિક રુટ એટલે જે કંપ્ની બધી જ શરતો પૂરી કરશે. તેના પ્રસ્તાવને પ્રધાન મંડળમાં મૂકવાની જરૂર નહીં રહે! બીજા શબ્દોમાં કહીએ તો એફડીઆઈને ખૂબ જ આસાન બનાવી દેવાયું છે. જે આ નિર્ણયને સમર્થન આપે છે, તે લોકો કહે છે કે આનાથી નોકરીની તકો વધશે.

અત્યારે મોદી સરકાર માટે સૌથી મોટી સમસ્યા હોય તો તે બેરોજગારીની છે. મોદીએ આપેલાં વચનની પૂર્તિ કરી શક્યા નથી, જે આગામી ચૂંટણીમાં તેમની વિરુદ્ધ જઈ શકે તેમ છે, જો રોજગારી વધવાની દલીલ સાચી હોય તો આગામી ચૂંટણી માટે ફરી એ લલચામણી બાબત બની શકે.

વેપારી સંગઠન કેઈટ તો કહે છે કે, સરકારની આ નીતિથી અસંખ્ય લોકો બેકાર થઈ જશે. આ પગલું તો ઘાતકી છે! અત્યાર સુધી સરકાર 49 ટકા એફડીઆઈ, ઓટોમેટિક રુટ દ્વારા આવકારતી હતી, હવે 100 ટકા કરીને દરવાજા મોકળા કરી દીધા! હવે વિદેશી રિટેઈલર્સ આરામથી ભારતની બજારમાં તેમનો વ્યવસાય કરી શકશે. જોકે, ફોરેન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ અને ફોરેન પોર્ટફોલિયો – ઈન્વેસ્ટર્સ માટે સેક્ધડરી માર્કેટમાં ખરીદી પર નિયંત્રણ રહેશે, પરંતુ વીજળી અને બાંધકામ વિકાસની પ્રવૃત્તિને 100 ટકા એફડીઆઈ અને તે પણ ઓટોમેટિક રુટ પર નિરંકુશ કરી દીધી છે. એ પણ વિચારવા જેવું છે કે, ટેકનોલોજી ટ્રાન્સફર સિવાય એવાં રોકાણનો કોઈ ફાયદો નથી, જે માત્ર બે ટકાનું જ હોય છે. સરકારને સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે, આ નિર્ણયથી અર્થતંત્રનો ઝડપથી વિકાસ થશે, કારણ કે વિદેશી રોકાણો મેળવવામાં આવતી અડચણો દૂર થઈ ગઈ છે.

print

Comments

comments

VOTING POLL