વિદેશી કંપ્નીને ા.1.10 કરોડનો ચૂનો ચોપડનાર ધ્રોલના કુખ્યાત ચીટર દંપતી સામે ઇડી દ્વારા કાર્યવાહી

February 13, 2018 at 1:28 pm


રાજકોટમાં રહેતા અને મુળ જામનગરના ધ્રોલ તાલુકાના લતીપર ગામના વતની ખોડા નાગજી રામાણી, તેની પત્ની નીતા સહિતના શખસો વિઘ્ધ હવે ઇડી દ્વારા ફોરેન એકસચેન્જ મેનેજમેન્ટ એકટ અને પ્રીવેન્શન ઓફ મની લેન્ડરીંગ એકટ હેઠળ કાર્યવાહી શ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓલો કંપ્નીના માલીકો ખોડા રામાણી, નીતા ઉપરાંત ભાગીદાર મીલન બોરસાણીયા વિઘ્ધ યુક્રેનના નાગરીક ઓલેહ અકિમોવ દ્વારા તા.11-8-17ના રોજ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવામાં આવી હતી. આ ચીટર ટોળકીએ યુક્રેનવાસી પાસેથી કાબુલી ચણાનો ઓર્ડર મેળવીને 1,70,63ર યુ.એસ. ડોલર એટલે અંદાજે ા.1.10 કરોડની રકમ એડવાન્સ પેમેન્ટ તરીકે મેળવી લીધી હતી. માલ મોકલવાના બદલે ઠગ ટોળકીએ ખોટા ઇ-મેઇલ અને માલ મોકલવા માટેના ક્ધટેનરના ખોટા લખાણ મોકલી યુક્રેનવાસીને શીશામાં ઉતાર્યો હતો. જેના આધારે તાલુકા પોલીસના પીઆઇ વી.એસ.વણઝારાએ તપાસ હાથ ધરી ત્રણેય આરોપી ઉપરાંત તેના કર્મચારી ધર્મેશ કોટડીયા, મુન્દ્રા પોર્ટના શીપીંગ એજન્ટ વિશાલ જોષી સહિત પ ની ધરપકડ કરી હતી. આરોપીઓએ સેશન કોર્ટ અને હાઇકોર્ટમાં કરેલ અરજી રદ થયાના ત્રણ માસ બાદ પોલીસે ચાર્જશીટ રજુ કરી એટલે ફરીવાર જામીન અરજી કરી હતી. અદાલતે શરતી જામીન મંજુર કયર્િ હતાં.

વધુમાં પોલીસે કહ્યું કે, રામાણી દંપતિ અને તેની કંપ્ની વિઘ્ધ અન્ય લોકો સાથે છેતરપીંડીના કિસ્સા બહાર આવ્યા હતાં. જેમાં કાર વેચવાના નામે 9.પ0 લાખની ઠગાઇ, મોરબીમાં આવેલ મકાનના સોદામાં રાજકોટ રહેતી વિધવા સાથે ા.1પ લાખની છેતરપીંડીમાં ખોડા રામાણીની સંડોવણી સામે આવી હતી તેમજ કોર્ટમાં ચેક રીર્ટનની પણ આશરે સાતેક ફરીયાદો થઇ હતી તેના આધારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ વિસ્તૃત રીપોર્ટ તૈયાર કરીને મોકલતા હવે ઇડી દ્વારા પણ ફેમા અને પીએલએમએ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL