વિધાનસભાના ઉમેદવારોના ખર્ચની મયર્દિામાં 75 ટકાનો જંગી વધારો કરતું ચૂંટણીપંચ

October 7, 2017 at 11:05 am


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તેવા સમયે 2012ની સાલની વિધાનસભાની ચૂંટણી વખતની ઉમેદવારોની ખર્ચ મયર્દિા 16 લાખ હતી તે 2017ની ચૂંટણીમાં વધારીને 28 લાખ કરવામાં આવી છે. ચૂંટણીપંચ સમક્ષ રાજકીય પક્ષો દ્વારા આ ખર્ચ મયર્િ વધારવા માટે રજૂઆતના અંતે નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો જણાવે છે. આમ સામાન્ય વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની રકમમાં 75 ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે.

ઉમેદવારી ખર્ચને લઈ 2014ની લોકસભાની ચૂંટણી વખતે જ રાજકીય પક્ષો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લે 2011માં ખર્ચ મયર્દિા 16 લાખ નક્કી કરવામાં આવી હતી. ઉમેદવારી ખર્ચ ગણવાના મુદ્દે થતી બાબતો ઉપર નજર કરીએ તો ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે નિરીક્ષકની પણ નિમણૂક કરવામાં આવે છે. જેમાં ઉમેદવારી પત્ર ભરતી વખતે થયેલા ખર્ચથી લઈને પરિણામો સુધીના તમામ હિસાબોને આવરી લેવામાં આવે છે.
હાલ જીએસટીના અમલ થયા પછી ઉમેદવારોને કરવાના થતા ખર્ચ માટે નવેસરથી ભાવો નિયત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ વખતે સ્ટેજ લાઈટ, ચા-પાણી, નાસ્તો, માઈક, જાહેરસભા, ખુરશી ભાડુ, રિક્ષા ભાડુ, બેનર, જંડા, ધજાપતાકાના ભાવો ટૂંક સમયમાં નવા નિયત કરવામાં આવશે.
આ અંગે ચૂંટણીપંચ દ્વારા વિધીવત જાહેરાત કરવામાં આવનાર છે. છેલ્લા કેટલાક સમયથી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોને કરવાપાત્ર થતા ખર્ચની મયર્દિામાં વધારો કરવાને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી છે. જેને માન્ય રાખવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL