વિધાર્થીને જે વિષયમાં રસ હોય તેમાં આગળ વધે તો શ્રેષ્ઠ કારકિર્દી બનેઃ એસ.પી.

August 18, 2018 at 2:45 pm


વિ.જે. મદ્રેસા સંકુલમાં બોયઝ સ્કુલ, ગલ્ર્સસ્કુલ અને ઇંગ્લીશ મીડીયમ સ્કુલના એલ.કે.જી., યુ.કે.જી. અને ધો. 1 થી 1ર સુધીના વિદ્યાથ}આેનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સ્વાતંÔયપર્વ નિમિતે ‘ઇલ્મ કી શમ્આ’ નામે યોજાયેલ કાર્યક્રમમાં દેશભિક્ત ગીત સ્પર્ધા પણ યોજાઇ હતી. જિલ્લા પોલીસવડા સહિત મહાનુભાવોની ઉપિસ્થતીમાં ભવ્ય કાર્યક્રમ વિ.જે.મદ્રેસા બોયઝ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો.

મહાનુભાવોની ઉપિસ્થતી

આ પ્રસંગે પોરબંદરના જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાથર્રાજસિંહ ગોહિલ, પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચા, પીરેતરીકત સૈયદબાપુ ઢેબર (ડેરાવાલા), જનાબ ઇકબાલબાપુ તિરમીઝી, જવાહર નવોદય વિદ્યાલયના ટી.જી.ટી. ઇસ્હાકમીયા સૈયદ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય અલ્તાફભાઇ રાઠોડ, યુનાઇટેડ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢના પ્રમુખ ઇકબાલભાઇ મારફતીયા, વિ.જે.મદ્રેસાના ભૂતપૂર્વ શિક્ષક મુરબ્બી નૂરમોહમ્મદભાઇ દુફાની, સેન્ટમેરી સ્કુલના પ્રિન્સીપાલ જેસમારીયા, મનીષ તકવાણી ઐન્ડ એાેસીસીએટસના મનીષભાઇ તકવાણી, જે.સી.આઇ.ના લાખણશી ગોરાણીયા, લાયોનેસ પ્રમુખ જયોતિબેન મસાણી, મહીલા અગ્રણી ગીતબોન જેઠવા સહિત જુદી-જુદી શાળાના આચાર્યો અને સંસ્થાના હોદેદાર સહિત મહાનુભાવોએ ઉપિસ્થત રહીને વિદ્યાથ}આેને પ્રાેત્સાહન પુરૂ પાડયું હતું.

જીલ્લા પોલીસવડા પાથર્રાજસિંહ ગોહીલે જણાવ્યું હતું કે, વિદ્યાથ}ને જે વિષયમાં રસ-રૂચિ હોય તે વિષયમાં આગળ વધે તો પોતાની શ્રેષ્ઠ કારકીદ} બનાવી શકે છે. દરેકમાં કોઇને કોઇ લાક્ષ્ણીકતા હોય છે તેને આેળખીને શિક્ષકો માર્ગદર્શન આપે ત્યારે શ્રેષ્ઠ રીતે આગળ વધી શકે છે.

રાષ્ટ્રધ્વજને વિધીવત ઉતારવાની સેરેમની

સ્વાતંÔયપર્વના દિવસે સાંજે યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન સૂર્યાસ્ત સમયે રાષ્ટ્રધ્વજ ઉતારવાની વિધી હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ કેતન પારેખ અને ત્રિલોકકુમાર ઠાકર દ્વારા કરવામાં આવી હતી જેની સાથે પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ જોડાયા હતા.

સામાજીક, શૈક્ષણિક કાર્યો કરતી સંસ્થાનું બહુમાન

પોરબંદરમાં સમાજ સેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરવા બદલ ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એજયુ.એન્ડ. ચેરીટેબલ ટ્રસ્ટનું આ કાર્યક્રમમાં એસ.પી. પાથર્રાજસિંહ ગોહિલ અને આેન. સેક્રેટરી ફારૂકભાઇ સુર્યાના હસ્તે ટ્રસ્ટના માર્ગદર્શક ઇમબાલબાપુ તીરમીઝી, હાજીયાસીનભાઇ ઐબાણી, એજાઝભાઇ લોધીયાને મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્éું હતું.

મદ્રેસામાં 40 વર્ષ સુધી સેવા આપનાર શિક્ષકનું સન્માન

વિ.જે.મદ્રેસામાં 40 વર્ષ સુધી ઉદુર્ના શિક્ષક તરીકે સેવા આપનાર મુરબ્બી માસ્તરનું પણ આ કાર્યક્રમમાં અદકેરૂ સન્માન કરવામાં આવ્éું હતું.

દેશભિક્ત ગીતમાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાથ}આે

આ કાર્યક્રમમાં સૂરમય સંગીતની ઝંકાર ગ્રુપના આેરકેસ્ટ્રા સાથે દેશભકિતગીત સ્પર્ધા યોજાતા એ મેરે વતન કે લોગો ગીત રજુ કરનાર પઠાણ ફાતેમા ઇમરાનખાન પ્રથમ આવી હતી જેને રપ00 રૂપિયાનું રોકડ પુરસ્કાર તેમજ હીન્દ દેશ કે નિાવસી ગીત ગાનાર બેલીમ જાફર જુનૈદ બીજા નંબરે આવતા તેને 1100 રૂપિયાનું રોકડ પુરસ્કાર તેમજ ત્રીજા ક્રમે એ મેરે પ્યારે વતન… અને મેરા વતન વહી હે ગીત રજુ કરનાર સાટી સાજેદા સલીમ અને શેરવાની ઉમ્મેહાની અલ્તાફખાન ત્રીજા ક્રમે આવતા બન્નેને રૂા. પ00નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્éું હતું. આ ઉપરાંત મહેમાન તરીકે આવેલી પૂર્વવિદ્યાથ}ની દલ કૌશરે પણ દેશભકિતસભર ગીત રજુ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાથ}આેને ઇનામોથી નવાઝી પ્રાેત્સાહીત કરવામાં આવ્યા હતા. દેશભિક્તગીત સ્પર્ધામાં સંગીત નો સાથ અને જજ તરીકે મૌલીકભાઇ થાનકી અને તેની ટીમે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇસ્માઇલ મુલ્તાનીએ કર્યુ હતું. કાર્યક્રમની આધારવિધી મદ્રેસાના આેન. સેક્રેટરી ફારૂકભાઇ સુર્યાએ કરી હતી.

print

Comments

comments

VOTING POLL