વિનાશક ભૂકંપ આવવાનો પણ ચોકકસ સમય હોય છે: વૈજ્ઞાનિકોનો અભ્યાસ

February 1, 2018 at 10:59 am


શક્તિશાળી વિનાશક ભૂકંપ તેની ચોક્કસ સમયમયર્દિામાં ફરીથી આવી શકે છે એવો દાવો વિજ્ઞાનીઓએ કર્યો છે. વિજ્ઞાનીઓએ આવું તારણ ચિલીના સરોવરોનો અભ્યાસ કરીને આ દાવો કર્યો છે. તેઓએ આ અભ્યાસમાં ઓછી તીવ્રતાના ધરતીકંપોનો પણ સમાવેશ કર્યો હતો, જે ચોક્કસ સમયમયર્દિા નહીં પણ અનિયમિત રીતે આવતા રહેતા હોય છે. વિજ્ઞાનીઓનાં કહેવા પ્રમાણે, ઓછી તીવ્રતાના ભૂકંપ કોઈ નિશ્ચિત સમયમયર્દિા વિના જ આવતા હોય છે..
ઓસ્ટ્રિયાની ઈન્સબ્રુક યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર જેસ્પર મોઅરનટે કહ્યું હતું, 1960માં, સાઉથ-સેન્ટ્રલ ચિલીમાં 9.5ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી અને વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ્ને પૃથ્વી પર આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે.’.
જર્નલ અર્થ એન્ડ પ્લેનેટરી સાયન્સ લેટર્સમાં પ્રકાશિત આ અભ્યાસના લેખક મોઅરનટે કહ્યું હતું, એ સમયે સુનામી પણ આવ્યું હતું જે પણ કદાવર અને શક્તિશાળી હતું. પેસિફિક મહાસાગરમાંથી સર્જાયેલ આ સુનામીએ જાપાનમાં 200 લોકોનાં જીવ લીધા હતા.’ મોઅરનટે કહ્યું હતું, ક્યારે અને ક્યાં આવા શક્તિશાળી અને વિનાશક ભૂકંપ ભવિષ્યમાં આવી શકે એ જાણવું જિયોસાયન્ટિફિક સમુદાય માટે કઠિન કાર્ય છે.’.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શક્તિશાળી ભૂકંપ મોટા પ્રમાણમાં ઊર્જા મુક્ત કરે છે અને ફરીથી એવી જ ઊર્જા એકત્ર થવામાં કેટલીક સદીઓ જેટલો સમય લાગતો હોય છે. આથી સિસ્મોલોજિકલ ડેટા કે ઐતિહાસિક દસ્તાવેજો દ્વારા જ આવો જ ભૂકંપ ફરી ક્યારે આવી શકે સરળતાથી જણાવી શકે નહીં. ચિલીના બે સરોવરોના તળિયે કાંપ્નો અભ્યાસ કરીને સંશોધકોએ જોયું કે દરેક શક્તિશાળી ભૂકંપ્ના લીધે પાણીની અંદર જ ભેખડો ધસી પડવાની ઘટનાઓ બનતી હોય છે, જે સરોવરના તળિયે કાંપ્ના સ્તર તરીકે જમા થાય છે. સંશોધકોએ આ સ્તરોના નમૂના લીધા અને તેના પરથી છેલ્લા પાંચ વર્ષમાં આવેલા ભૂકંપ્નો સમગ્ર ઈતિહાસ મેળવ્યો હતો. .
જેમાં 7.7થી વધુની તીવ્રતાના શક્તિશાળી 35 ભૂકંપોનો પણ સમાવેશ થાય છે. સંશોધકોની ટીમે અભ્યાસમાં જોયું કે 1960ના વિનાશક ભૂકંપ જેવા ભૂકંપ દર 292 વર્ષે આવે છે અને એ રીતે હિસાબ કરીએ તો આવા શક્તિશાળી ભૂકંપ આવવાની શક્યતા આગામી 50-100 વર્ષમાં ઘણી ઓછી છે. જો કે તેમના અભ્યાસમાં જણાવાયું છે કે ઓછી તીવ્રતાના એટલે કે 8 આસપાસની તીવ્રતાના ભૂકંપ દર 139 વર્ષે ફરી આવે છે. તેથી આગામી 50 વર્ષમાં આવા ભૂકંપ આવવાની શક્યતા 29.5 ટકા રહેલી છે..

print

Comments

comments

VOTING POLL