વિભાપરના વૃધ્ધનું સ્વાઇન ફલુના કારણે મોતઃ ડેંગ્યુના વધુ 22 દર્દીઓ

October 5, 2017 at 1:11 pm


જામનગર સહિત સમગ્ર હાલારમાં સ્વાઇનફલુના કેસો ઘટયા છતા પણ આજે સવારે જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતા 62 વર્ષના એક વિપ્ર વૃધ્ધનું મોત થતા ડોકટરોમાં દોડધામ મચી ગઇ છે, જી.જી. હોસ્પીટલ અને ખાનગી હોસ્પીટલ સહિત તાવના 360 થી વધુ કેસ નાેંધાયા છે, ડેંગ્યુનો ડંખ હજુ પણ વકરી રહયો છે અને ગઇકાલે જી.જી. હોસ્પીટલમાં 15 અને ખાનગી હોસ્પીટલમાં સાત કેસ નાેંધાયા હોવાનું જાણવા મળેલ છે, ચિકનગુનીયાના પણ સાત દદ}આે દાખલ હોવાની માહિતી બહાર આવી છે. હાલારમાં સ્વાઇનફલુનો કહેર થોડો ઘટયો પરંતુ ત્રણ દિવસથી ગંભીર હાલતમાં રહેતા ભુપતભાઇ જટાશંકર દવે નામના 62 વર્ષના વૃધ્ધનું આજે સવારે મોત થયુ છે આમ અત્યાર સુધીમાં કુલ જી.જી. હોસ્પીટલમાં 38 લોકોના મોત થયા છે. તાવનો હાઉ પણ હજુ એમને એમ છે, ગઇકાલે જી.જી. હોસ્પીટલની આેપીડીમાં તાવના 210 જેટલા કેસો નાેંધાયા છે જયારે ખાનગી હોસ્પીટલમાં તાવના 150 થી વધુ કેસ નાેંધાયા છે. ડેંગ્યુનો કહેર જામનગર સહિત સમગ્ર હાલારમાં વધતો જાય છે અને દોઢેક મહિનામાં 200 થી વધુ દદ}આે ડેંગ્યુમાં સપડાયા છે ત્યારે ગઇકાલે ખાનગી હોસ્પીટલમાં સાત અને જી.જી. હોસ્પીટલમાં પંદર જેટલા કેસ નાેંધાયા છે. ચિકનગુનીયાના દદ}આે વધતા જાય છે, સાંધા પકડાઇ જવાની ફરીયાદો જોવા મળે છે, ગામડાઆેમાં પણ ડેંગ્યુ અને ચિકનગુનીયાનો હાહાકાર હજુ ઘટયો નથી ત્યારે રોગચાળો હજુ પણ યથાવત છે ત્યારે સ્વાઇનફલુથી એક દદ}નું મોત થતા ડોકટરોમાં પણ દોડધામ મચી ગઇ છે. કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રાેલ, જોડીયા, લાલપુર, ભાણવડ સહિતના ગામોમાં પણ રોગચાળો વધતો જાય છે, જો કે સ્વાઇનફલુના દદ}આે ઘટયા છે પરંતુ ડેંગ્éુ અને ચિકનગુનીયાના કેસો વધ્યા છે તે હકીકત છે.

print

Comments

comments

VOTING POLL