વિરાટસેનાએ રચ્યો ઈતિહાસઃ 72 વર્ષ પછી આેસ્ટ્રેલિયામાં શ્રેણી જીતી

January 7, 2019 at 10:38 am


સિડની ટેસ્ટમાં ભલે હવામાને ભારતને જીતથી વંચિત રાખી દીધું હોય આમ છતાં તે વિરાટ કોહલી એન્ડ કંપનીને આેસ્ટ્રેલિયામાં ઈતિહાસ રચવાથી રોકી શક્યું નથી. આજે સિડની ટેસ્ટના પાંચમા દિવસે જ્યારે વરસાદને કારણે અમ્પાયર્સે સ્ટમ્પ્સનો નિર્ણય લીધો તે સાથે જ ભારતે ચાર ટેસ્ટ મેચની શ્રેણી ઉપર 2-1થી કબજો કરી લીધો હતો. 1947થી સતત આેસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહેલી ભારતીય ટીમ ત્યાં કોઈ શ્રેણી જીતી શકી નહોતી પરંતુ કોહલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ મેચમાં મેન આેફ ધ સિરીઝ તરીકે ચેતેશ્વર પુજારાની પસંદગી કરવામાં આવી હતી જેણે ચાર ટેસ્ટ મેચની સાત ઈનિંગમાં 521 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જસપ્રિત બુમરાહે 21 વિકેટ ઝડપી હતી.

ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતની શાનદાર સદીની મદદથી 7 વિકેટના ભોગે 622 રન બનાવીને ડિકલેર કરી હતી. ત્યારબાદ કુલદીપ યાદવની પાંચ વિકેટની મદદથી ભારતે આેસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં 300 રને જ સંકેલી નાખ્યું હતું. ભારતે 322 રનની લીડ સાથે આેસ્ટ્રેલિયાને ફોલોઆેન આપ્યું પરંતુ પરંતુ હવામાન જાણે કે આેસ્ટ્રેલિયન ટીમ સાથે હોય તેવી રીતે વરસાદ અવર-જવર કરવા લાગ્યો હતો.

ભારતનો આેસ્ટ્રેલિયામાં આ 12મો પ્રવાસ હતો. ભારતે વિદેશી પ્રવાસે પર હવે માત્ર સાઉથ આફ્રિકામાં જ ટેસ્ટ શ્રેણી જીતી નથી.

સિડનીમાં વરસાદને પગલે મેચના ચોથા દિવસના બે સત્ર અને અંતિમ દિવસ આખો વરસાદને કારણે ધોવાઈ ગયોહતો. ત્યારબાદ શ્રેણીનું પરિણામ 2-1થી ભારતના નામે રહ્યુંહતું. શ્રેણીની શરૂઆત 6 ડિસેમ્બરથી એડિલેડમાં થઈ હતી. અહી ટીમ ઈન્ડિયાએ મેજબાન ટીમને 31 રનથી પરાજય આપ્યો હતો. જ્યારે બીજો ટેસ્ટ પર્થમાં રમાયો હતો જ્યારે કાંગારું ટીમે કમબેક કરતાં શ્રેણીને 1-1થી સરભર કરી હતી. પર્થ ટેસ્ટમાં ભારતનો 146 રને પરાજય થયો હતો.

મેલબર્નમાં બોક્સિ»ગ ડે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ફરી એક વખત કમબેક કર્યું અને અહી આેસ્ટ્રેલિયાને 137 રને કચડી શ્રેણીમાં 2-1થી લીડ હાંસલ કરી હતી. આ પહેલો પ્રસંગ હતો કે જ્યારે ભારતે આેસ્ટ્રેલિયામાં કોઈ બોક્સિ»ગ ડે ટેસ્ટ પોતાના નામે કર્યો હોય. 2-1થી લીડ લઈને ભારતે કાંગારુલેન્ડમાં પહેલી વખત શ્રેણી પોતાના નામે કરવાના ઈરાદાથી સિડની પહાેંચ્યું અને અહી ટીમ ઈન્ડિયાએ મેચ જીતવામાં કોઈ કસર બાકી રાખી નહોતી પરંતુ આ વખતે મેજબાન ટીમની વ્હારે વરસાદ આવી ચડયો હતો.

હવે ટીમ ઈન્ડિયા આેસ્ટ્રેલિયામાં ત્રણ વન-ડે મેચ રમશે. શ્રેણીનો પહેલો વન-ડે 12 જાન્યુઆરીએ સિડનીમાં જ રમાશે.

print

Comments

comments

VOTING POLL