વિરાટસેના માટે અચ્છે દિનઃ દરેક પ્લેયરને 15 લાખનું ઈનામ

January 9, 2019 at 6:23 pm


બી. સી. સી. આઈ. (બોર્ડ આૅફ કન્ટ્રાેલ ફોર qક્રકેટ ઈન ઈન્ડિયા)એ આૅસ્ટ્રેલિયાની ભૂમિ પર પ્રથમ ટેસ્ટ સિરીઝ-વિજય પ્રાપ્ત કરેલ ભારતની ટીમની દરેક મેચ દીઠ રુ. 15 લાખના રોકડ એવોર્ડની વ્યિક્તગત ખેલાડી માટે મંગળવારે જાહેરાત કરી હતી.
વિરાટ કોહલી અને તેના સાથી ખેલાડીઆેએ ચાર ટેસ્ટની qક્રકેટ શ્રેણીમાં આયોજક આૅસ્ટ્રેલિયાની ટીમને 2-1થી પરાજય આપ્યો હતો અને ભારતે આ વિરલ સફળતા 71 વર્ષ સુધી રાહ જોયા પછી પ્રાપ્ત કરી હતી.ટીમને અભિનંદન આપતા qક્રકેટ બોર્ડે બધા રિઝર્વ ખેલાડી તથા ટીમના મદદનીશો માટે પણ રોકડ એવોર્ડ જાહેર કર્યા હતા. આ બોનસની રકમ મેચમાં ભાગ લેતા દરેક ખેલાડીઆેને મળતી ભારતીય ચલણમાં રુ. 15 લાખ અને રિઝર્વ ખેલાડીના ફાળે આવતી રુ. 7.5 લાખની મેચ-ફી જેટલી હશે, એમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. દરેક કોચને પ્રત્યક્ષ રુ. 25 લાખ અને અન્ય મદદનીશોને તેઆેની પ્રાેફેશનલ ફી/પગાર સમાનની રકમ બોનસ તરીકે ભેટ કરાશે.
ભારતે એડિલેઈડ અને મેલબર્નમાં અનુક્રમે પહેલી અને ત્રીજી ટેસ્ટ જીતી હતી તથા આયોજક રાષ્ટ્રની ટીમે પર્થમાં બીજી ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો. સિડનીમાં ચોથી અને આખરી ટેસ્ટ ખરાબ હવામાનના કારણે ડ્રાે નીવડી હતી.

print

Comments

comments

VOTING POLL