વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઇટાલીમાં લગ્ન કરશે

December 7, 2017 at 11:26 am


ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ઇટાલીમાં લગ્ન કરવા જઇ રહ્યો છે. એક એક અંગ્રેજી મેગઝીનના રિપોર્ટ અનુસાર વિરાટ અને અનુષ્કા ડિસેમ્બર ૯થી ૧૨ વચ્ચે ઇટાલીમાં લગ્ન કરી શકે છે.
વિરાટ કોહલી આજે ઇટાલી જવા રવાના થશે. અનુષ્કા લમાં સવ્યસાચી મુખરજીની ડિઝાઇન કરેલી ડ્રેસ પહેરશે. ચાર દિવસ સુધી ઇટાલીમાં લનો સમારભં યોજાશે. યારે વિરાટ–અનુષ્કાનું ૨૧ ડિસેમ્બરે મુંબઇમાં ભવ્ય રિસેપ્શન યોજાશે.
વિરાટ કોહલી અને અનુષ્કાના મિત્રો માટે મિલાન (ઇટાલી)ની એક હોટલમાં બુકિંગ થઇ ગઇ છે. આ લમાં વર્તમાન ભારતીય ટીમનો કોઇ પણ ખેલાડી ભાગ નહી લે. મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીએ શ્રીલંકા વિદ્ધ વન ડે અને ટી–૨૦ સિરીઝમાંથી આરામ લીધો છે, તેને બીસીસીઆઇ પાસે અંગત કારણોસર આરામ માગ્યો હતો.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ચાર વર્ષથી રિલેશનશીપમાં છે. શઆતના કેટલાક વર્ષેા સુધી તે પોતાના સબધં સ્વીકારવા તૈયાર નહતા પરંતુ વિરાટ કોહલીની લોકપ્રિયતા જોતા આ કપલ એક સાથે રહેવા તૈયાર થયુ હતું.

print

Comments

comments

VOTING POLL