વિરોધ પ્રદર્શન રંગ લાવ્યું : આખરે સ્ટરલાઇટ પ્લાન્ટ હંમેશ માટે બંધ

May 28, 2018 at 7:37 pm


તમિળનાડુ સરકારે તુતીકોરિન સ્થિત વેદાંતા સ્ટરલાઈટ પ્લાન્ટને બંધ કરવા માટેનાે આદેશ જારી કરી દીધો છે. અત્રે નાેંધનીય છે કે, પ્લાન્ટનાે વિરોધ કરી રહેલા લોકો પર પાેલીસ ગાેળીબારમાં 13 લોકોના મોત થઇ ગયા હતા. નાયબ મુખ્યમંત્રી આે પનીરસેલ્વમે એક દિવસ પહેલા જ લોકોને ખાતરી આપી હતી કે, કોપર પ્લાન્ટને બંધ કરવા માટે સરકાર તરફથી બનતા તમામ પ્રયાસાે કરવામાં આવશે. તુતીકોરિન પ્લાન્ટમાં પ્રદૂષણને લઇને જોરદાર હોબાળો થઇ રહ્યાાે હતાે. પનીરસેલ્વમ સાેમવારના દિવસે તુતીકોરિન પહાેંચ્યા હતા અને હોÂસ્પટલમાં દાખળ કરવામાં આવેલા કેટલાક ઘાયલ પ્રદર્શનકારીઆેને મળ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ઘાયલ થયેલા લોકોની માંગણી ઉપર ધ્યાન આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ મુદ્દા ઉપર ગૃહમાં પણ ઠરાવ રજૂ કરવામાં આવશે. તેઆેએ વિશ્વાસ આપતા કહ્યું હતું કે, પ્લાન્ટને બંધ કરવા માટે દરેક પગલા લેવામાં આવશે. વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ પણ થઇ રહ્યાા છે. પનીરસેલ્વમને એવા આક્ષેપાેને રદિયો આÃયો હતાે કે, પાેલીસ લોકોના ઘરે જઇને તેમને હેરાન કરી રહી છે. જો કે, પીડિત પરિવારોને મળવા માટે પહાેંચેલા પનીરસેલ્વમને લોકોની નારાજગીનાે સામનાે કરવો પડâાે હતાે. જો કે, તેમણે દાવો કયોૅ હતાે કે, લોકો સરકારથી નાખુશ નથી. તેમની સાથે મંત્રી ડીજયકુમાર પણ પહાેંચ્યા હતા. તમિળનાડુ સરકાર દ્વારા વેદાંતા ગ્રુપના સ્ટરલાઈટ પ્લાન્ટને બંધ કરવાનાે આદેશ કરી દેતા લોકોની નારાજગી હવે દૂર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તમિળનાડુ પાેલ્યુશન કન્ટ્રાેલ બાેર્ડના હાલના આદેશને સ્વીકારી લેવામાં આવ્યો છે. તેને મંજુરી આપી દેવામાં આવી છે. સરકારે તમિળનાડુ પાેલ્યુશન કન્ટ્રાેલ બાેર્ડને યુનિટને હંમેશ માટે સીલ કરી દેવા માટે સૂચના આપી દીધી છે. રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે, પ્લાન્ટને હંમેશ માટે બંધ કરવાની માંગ કરી રહેલા દેખાવકારોની અરજીને સ્વીકારી લેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા થોડાક દિવસથી લેવામાં આવેલા વિવિધ પગલાઆેની વાત કરતા પનીરસેલ્વમે કહ્યું હતું કે, તેમની સરકારે પહેલાથી જ યુનિટના પાણી પુરવઠા અને વીજ પુરવઠાને કાપી નાંખવા સત્તાવાળાઆેને આદેશ આપી દીધો છે. તમિળનાડુ પાેલ્યુશન કન્ટ્રાેલ બાેડેૅ હાલમાં જ નવમી એપ્રિલ 2018ના દિવસે તેના આેર્ડરમાં સ્ટરલાઈટ પ્લાન્ટને આેપરેટ કરવાની મંજુરી રિન્યુ કરવાનાે ઇન્કાર કરી દીધો હતાે. પ્રાથમિક મંજુરી વગર આેપરેશન ફરીથી શરૂ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું. વોટર એક્ટ 1974ની કલમ 18(1)(બી) હેઠળ મોટાપાયે વિરોધ પ્રદર્શન બાદ આ આદેશ કરવામાં આવ્યો છે. વેદાંતા લિમિટેડના યુનિટ તરીકે સ્ટરલાઇટ કોપર છે. જે 400000 ટન પ્રતિવાર્ષિક ક્ષમતા પ્લાન્ટ ધરાવે છે. અત્રે નાેંધનીય છે કે, તમિળનાડુના તુતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઇટ કોપર યુનિટની સામે ચાલી રહેલા પ્રદર્શને 22મી મેના દિવસે હિંસક વળાંક લઇ લીધો હતાે. આ પ્રદર્શનમાં 13થી વધુ લોકોના મોત થઇ ગયા હતા અને અનેક લોકો ઘાયલ થઇ ગયા હતા. સ્ટરલાઇટથી થનાર પ્રદૂષણને ધ્યાનમાં લઇને સ્થાનિક લોકો છેલ્લા ઘણા મહિનાથી સ્ટરલાઈટ કોપર યુનિટનાે વિરોધ કરી રહ્યાા હતા.
મદ્રાસ હાઈકોર્ટના આદેશ મુજબ સ્ટરલાઈટ કોપર યુનિટને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. યુનિટને બંધ કરવાની માંગણી કરીને વિરોધ કરી રહેલા લોકો 22મી મેના દિવસે એકાએક હિંસક બન્યા હતા. લોકોએ પાેલીસના અનેક વાહનાેને પણ ટાગેૅટ બનાવ્યા હતા. પાેલીસે સ્થિતિ બગડવાની સ્થિતિને ધ્યાનમાં લેતા ટીયરગેસના સેલ છોડâા હતા જેથી ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં 20થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. નારાજ થયેલા લોકોએ અનેક વાહનાેને આગચાંપી દીધી હતી. બીજી બાજુ પ્લાન્ટના વિસ્તારની સામે શહેરના જુના બસ સ્ટેન્ડમાં લોકોએ શાંતિપૂર્ણરીતે દેખાવો કર્યા હતા. તમિળનાડુ સરકારે પ્રદર્શન દરમિયાન મૃત્યુ પામનાર લોકોના પરિવારના સÇયોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. સરકારી નાેકરી આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઘાયલ થયેલા લોકોને ત્રણ લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે આ ઘટના માટે તપાસ માટે આદેશ કરી દીધા હતા. આના માટે એક પંચની પણ રચના કરવામાં આવી હતી. અહીં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીને બંધ કરવા માટે લોકો 100 દિવસથી પણ વધુ સમયથી દેખાવો કરી રહ્યાા હતા. આખરે તમિળનાડુમાં સ્ટરલાઈટ પ્લાન્ટને બંધ કરવાની માંગણી કરી રહેલા લોકોની જીત થઇ છે.

print

Comments

comments

VOTING POLL