વિવેકાનંદનગરની શ્રમિક મહિલા સાથે રૂા.૩.૫૩ લાખની ઠગાઈ

April 21, 2017 at 2:34 pm


શહેરના કોઠારિયા રોડ પરના વિવેકાનંદનગરમાં રહેતી શ્રમિક મહિલા સાથે રૂા.૩.૫૩ લાખની ઠગાઈ થયાની ભકિતનગર પોલીસમાં ફરિયાદ પર ગુનો નોંધાયો છે. બાપુનગરમાં આવેલા વિશ્ર્વકર્મા એન્જિનિયર નામનું કારખાનું ચલાવતા શખસે છ વર્ષ સુધી કામ કરાવી પૈસા ન આપ્યાનું બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રોડ પર આવેલા વિવેકાનંદનગરમાં રહેતી અને મુળ રાજસ્થાની મહિલા દેવન્તીબેન દેવીસીંગ ગૌરીશંકર નેરોની ઉ.વ.૩૫ નામની રજપુત મહિલાએ દૂધસાગર રોડ પર રહેતા બમન શર્મા સામે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી હતી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બાપુનગર મેઈન રોડ પર આવેલા વિશ્ર્વકર્મા એન્જિનિયર નામના કારખાનામાં મજૂરી કામ કરતી હોય જેના પગાર પૈસા એકીસાથે આપી દેવાનું કહી છ વર્ષ સુધી કામ કરાવી રૂા.૩.૫૨.૫૦૦ની રકમ લેણી નીકળતી હોય જે નહી આપી વિશ્ર્વાસઘાત કર્યાનું જણાવતા ભકિતનગર પોલીસ મથકના એએસઆઈ ઈન્દુભા રાણા સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં દેવન્તીબેનના પતિ વર્ષેાથી છોડીને જતા રહ્યા બાદ બે સંતાનોનું ગુજરાન ચલાવવા તેને કારખાનામાં મજુરીકામ કર્યુ હોવાનું અને લેથ મશીન પર છ વર્ષ સુધી ઓવરટાઈમ પણ કર્યુ હોવાનું અને પગારના પૈસા જે–તે વખતે ચુકવવાના બદલે એકીસાથે ચુકવશે તેવો વિશ્ર્વાસ અપાતા તેને પૈસા ભેગા થવા દીધા હતા. દરમિયાન મારા કાયદેસરના લેણા નીકળતા પૈસાની માગણી કરતા બમનભાઈએ ઝડપથી ચુકવી દેશે અને મોડુ થશે તો તેનું વ્યાજ પણ આપશે તેવી ખાતરી આપી હોય જે આજ સુધી નહીં ચુકવી અને છેતરપિંડી કર્યાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે

print

Comments

comments

VOTING POLL