વિશ્વના સૌથી વિશાળ ‘વાઇબ્રન્ટ સિરામિકસ એકસ્પો’નો ગુરુવારથી ગાંધીનગરમાં પ્રારંભ

November 14, 2017 at 5:50 pm


મોરબી સીરામીક એસો. અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્રારા આગામી ૧૬થી ૧૯ નવેમ્બર સુધી ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબી સીરામીક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયા અને નિલેશ જેતપરીયા સહિતની ટિમ દ્રારા મોરબીના સિરામિક ઉધોગને વધુ વિકાસની ઉંચાઈએ લઇ જવા માટે અને આ માટે ભારત સહિતના દુનિયા ભરના સીરામીક પ્રોડકટના બાયરોને એક છત નીચે લાવી વેચાણ અને એકસપોર્ટ વધારવા માટે આ વર્ષે ફરીથી વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ દરિયાપારના ખરીદદારો ઊમટી પડવાની અપેક્ષા છે. તેમજ આ ઈવેન્ટમાં ચાર દિવસમાં એક લાખથી વધુ લોકો આવવાની ધારણા છે.
‘આજકાલ’ની શુભેચ્છા મુલાકાતમાં મોરબી સીરામીક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ (વીસીઈએસ) ૨૦૧૭ ગુજરાતના ગાંધીનગરમાં ટાઉનહોલ નજીક પ્રદર્શન કેન્દ્રમાં ૧૬–૧૯ નવેમ્બર, ૨૦૧૭ના યોજાશે. આ પ્રદર્શન ૫૦,૦૦૦ ચોરસમીટર વિસ્તારમાં યોજાશે, જેમાં ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ, ૪૦૦થી વધુ બ્રાન્ડસ અને આકાર તથા ડિઝાઈનમાં સેંકડોમાં સીરામીક એક છત હેઠળ આવશે. ભારત દુનિયામાં દ્રિતીય સૌથી વિશાળ ટાઈલ્સ બજાર છે.

તેમણે ઉમેયુ હતું કે મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા અને સ્વચ્છ ભારત અભિયાનના ભારત સરકારના મુખ્ય એજન્ડાની રેખામાં અમે દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાની નાવીન્યતા લાવવા સતત પ્રયત્નશીલ છીએ અને રાયોમાં વધુ રોજગારી નિર્માણ કરવા માગીએ છીએ.
વાઈબ્રન્ટ સીરામિકસ એકસપો એન્ડ સમિટ ૨૦૧૭ના સીઈઓ સંદીપ પટેલે જણાવ્યા મુજબ આ એકસપોમાં ટેકનોલોજી ટ્રાન્સફર, રોકાણ, સંયુકત સાહસો, બીટુબી તેમજ બીટુજી નેટવકિગ તકો મુખ્ય પરેખા રહેશે, જયારે પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજી, સીરામીક ટાઈલ્સ, સેનિટરી વેર અને બાથ ફિટિંગ્સ પ્રદર્શિત કરાશે.
વાઈબ્રન્ટ સીરામિકસ ૨૦૧૭ માટે વૈશ્વિક સ્તરે લગભગ ૬૫ દેશોમાં અને ભારતનાં ૧૦૦ સ્માર્ટ શહેરોમાં પ્રમોશન કરવામાં આવ્યું છે. આ એકસપોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કમ્બોડિયા, ચીન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી, જોર્ડન, કેન્ય, લાટવિયા, મડાગાસ્કર, મોરિશિયસ, મેયોટ, મેકિસકો, નેપાળ, ઓમાન, ફિલિપિન્સ, પોલેન્ડ, કતાર, રશિયા, સાઉદી અરેબિયા, સેનેગલ, સાઉથ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, તાન્ઝાનિયા, યુગાંડા, યુનાઈટેડ આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટસ, સર્બિયા વગેરે ખાતેથી સીરામીક ઉધોગના મોવડીઓ આવશે.

print

Comments

comments

VOTING POLL