વીમા વગરનું વાહન અકસ્માત કરે તો તેને વેચી વળતર ચૂકવોઃ સુપ્રીમનો આદેશ

September 14, 2018 at 10:51 am


વીમા વગરના વાહન સાથે અકસ્માતના મામલામાં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દૂર્ઘટનામાં સામેલ વિના વગરના આવા વાહનોને વેચવામાં આવે અને તેમાંથી જે રકમ પ્રાપ્ત થાય તે અકસ્માતનો ભોગ બનેલા પીડિતને ચૂકવવામાં આવે. સુપ્રીમ કોટર્ષ તમામ રાજ્યોને આ નિયમ 12 સપ્તાહમાં લાગુ કરવા આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવા વાહન દૂર્ઘટના બાદ જપ્ત થશે અને એમએસીટી કોર્ટ આ વાહનોનું વેચાણ કરશે. સુપ્રીમ કોર્ટે પંજાબના એક આવા જ મામલામાં આ નિર્દેશ જારી કર્યા છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે 1 સપ્ટેમ્બરે ફોર-વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેશન કરાવતી વખતે ત્રણ વર્ષ માટે થર્ડ પાર્ટી ઈºસ્યોરન્સ અનિવાર્ય કરી દીધું હતું. દ્વિ-ચક્રી વાહનો માટે પાંચ વર્ષ સુધીનો થર્ડ પાર્ટી વીમો અનિવાર્ય કરાયો હતો. સુપ્રીમ કોર્ટે વીમા કંપનીઆેને ફટકાર લગાવતાં કહ્યું હતું કે માર્ગ અકસ્માતમાં લોકો મોતને ભેટી રહ્યા છે અને તમે એવું કહી રહ્યા છો કે તેમને મરવા દેવામાં આવે !!
આ મામલામાં અરજીકતાર્ ઉષા દેવી તરફથી સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું કે આ પ્રકારનો નિયમ દિલ્હી એમસીટી એક્ટમાં બનાવવામાં આવ્યો છે પરંતુ અન્ય રાજ્યોમાં આ નિયમ લાગુ નથી તેથી આ નિયમને તમામ રાજ્યોમાં લાગુ કરવામાં આવે. જો કોઈ વાહનનો વીમો ન હોય તો દૂર્ઘટના થવા પર પીડિતને નાણાકીય મદદ મળી શકે તે માટે આ નિયમ જરૂરી છે.

print

Comments

comments

VOTING POLL