વીરપુર(જલારામ)માં મુિક્તધામ મુકતેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની આરતીમાં ભકતો ઉમટયા

March 7, 2019 at 11:09 am


સમગ્ર ભારતભરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ત્યારે વીરપુર જલારામધામ ખાતે આવેલ મુિક્તધામ એટલે કે સ્મશાનમાં બિરાજતા શ્રી મુક્તેશ્વર મહાદેવની મહાઆરતી રાત્રે બાર વાગ્યે કરવામાં આવી,સામાન્ય રીતે લોકો રાત્રીના સમયમાં સ્મશાનમાં જતા ડરતા હોય છે પરંતુ વીરપુર જલારામધામના સ્મશાનમાં બિરાજમાન છે દેવાધિદેવ મુક્તેશ્વર મહાદેવ આ મુક્તેશ્વર મહાદેવનું મંદિર ખુબજ પૌરાણિક છે અને વીરપુરના સ્મશાનમાં આવેલું છે દરવર્ષે મહાશિવરાત્રી નીમિતે વીરપુર ગામના સેવાભાવી યુવાનો દ્વારા શ્રી મુક્તેશ્વર મહાદેવની ડાક-ડમરુ વગાડીને મહાઆરતી રાત્રે બાર વાગ્યે કરવામાં આવે છે,મુક્તેશ્વર મહાદેવની મહાઆરતીમાં હજારો શિવભક્તો ઉમટી પડે છે,વીરપુર ના સેવાભાવી યુવાનો દ્વારા મુક્તેશ્વર મહાદેવ મંદિર આખુ મુિક્તધામ એટલે કે સ્મશાન લાઈટ ડેકોરેશન કરી શણગારવામાં આવે છે તેમજ આખા સ્મશાનમાં 1001 દિપક પ્રગટાવીને રોશની કરવામાં આવે છે,ભજન કીર્તન અને શિવજીના ગુણગાન ગાઈને મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, મહાઆરતી બાદ ભાંગ તેમજ ફ્રંટનો પ્રસાદ આપવામાં આવે છે, આ મુિક્તધામ સ્મશાનમાં બિરાજતા શ્રી મુક્તેશ્વર મહાદેવના દર્શન કરી હજારો શિવભક્તો હર..હર..મહાદેવના નાદ સાથે પાવન થાય છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *