વીરપુર (જલારામ)ની આહાબા સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ખેડૂતો ભયભીત

September 11, 2018 at 11:43 am


વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ધરાવતા વીરપુરની બાજુના મસીતાળા ગામના જગુભાઈ કોઠીયા પોતાની વાડીએ બાંધેલી પોતાની વાછરડીને ત્યાં ન જોતા જગુભાઈએ પોતાના ખેતરમાં આજુબાજુ વાછરડીને શોધવાનું ચાલુ કરતા પોતાના જ ખેતરમાં વાવેલા કપાસ તેમજ મગફળીના પાકની વચ્ચે મૃત વાછરડીના અવશેસો જોવા મળતા જગુભાઈ તેમજ આજુબાજુના ખેડૂતોને સાથે લઈ તપાસ શરુ કરતા કોઈ જંગલી જનાવરના પગલાં કપાસના પાકની વચ્ચે જોવા મળતા જગુભાઈએ જેતપુર ફોરેસ્ટના દાફળાને જાણ કરી હતી, દાફળા એ પોતાની ફોરેસ્ટ ટિમના ભારતીબેન વાળા,સુનિલભાઈ વાળા તેમજ રામભાઈ મકવાણા તરતજ વીરપુરની આહાબા સીમમાં આવી તપાસ શરુ કરી હતી,તપાસ કરતા જગુભાઈ કોઠીયાના ખેતરમાં જંગલી જનાવરના પગલાંની છાપ દીપડાની છે તેવું ફોરેસ્ટ ગાર્ડ સુનિલભાઈ અને રામભાઈએ જણાવ્યું હતું.જોકે વીરપુરનો આહાબા સિમવિસ્તાર ત્રણ ગામનો સીમવિસ્તાર હોવાથી,આ સિમ ગાેંડલ ફોરેસ્ટની હદમાં આવતો હોવાથી જેતપુર ફોરેસ્ટના રામભાઈ મકવાણા અને સુનિલભાઈ વાળાએ ગાેંડલ ફોરેસ્ટના પ્રતિપાલસિંહ ચુડાસમાને જાણ કરતા તેપણ ઘટના સ્થળે આવી તપાસ કરતા તેણે પણ આ જંગલી જનાવર દીપડો હોવાનું જણાવ્યું હતુ અને વાછરડીનું મારણ કરી ઢસડીને કપાસના પાક વચ્ચે તે વાછરડી ને ખાય તે દીપડો એટલા વિસ્તારમાં આટાફેરા કરતો હોય તેવું અનુમાન કાઢ્યું હતું.જોકે આ વિશે ગાેંડલ ફોરેસ્ટના પ્રતિપાલસિંહને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે વાછરડીને બે દિવસ પહેલા દીપડાએ મારી હોય અને તે દીપડાને પકડવા મોડી રાત્રે પાંજરુ મૂકી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવશે.આ દીપડાના આટાફેરાથી ભયને લીધે ખેડૂતોને રાત્રે પોતાના ખેતરોમા પાણી વાળવા જવામાં મુશ્કેલીઆે ઉભી થઇ રહી છે ત્યારે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ વહેલી તકે આ દીપડાને પકડી પાંજરે પુરે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.

print

Comments

comments

VOTING POLL