વીરાનાં કાંડે શોભશે આકર્ષક રાખડી: ધૂમ ખરીદી

August 2, 2017 at 7:04 pm


શ્રાવણી પૂર્ણિમા એટલે તહેવારોનો ત્રિવેણી સંગમ ધરાવતો દિવસ કે જેમાં ભાઈનાં દીઘર્યિુષ્ય સાથે તેની સ્ત્રી પ્રત્યેની ભાવદ્રષ્ટિ જળવાઈ રહે માટે વીરાનાં મસ્તક પર કરતી વીરતિલક અને પોતાનાં સુરક્ષાની જવાબદારી યાદ અપાવતી બહેન જયારે ભાઈનાં કાંડે રાખડી બાંધે છે અને રક્ષાનાં સ્વપે ભાઈ કોલે બંધાઈ બહેનને ભેટ આપતો હોય છે આવા ભાઈ-બહેનનાં ભાવ સંબંધનાં પ્રતિક સમાન રક્ષાબંધનનો ભાવ પ્રગટ કરતો તહેવારનો ઉત્સાહ બહેનોમાં છલકાતો જોવા મળે છે. આજે બજારોમાં રાખડીઓની ખરીદી કરતી બહેનોની ભીડ ચારેકોર વતર્ઈિ રહી છે.
ગલીઓમાં શાકને ફ્રટ વહેંતા લોકો પણ રાખડીઓ લઈને વહેંચવા નીકળતા જોવા મળી રહ્યા છે. વિવિધ ચોકમાં તો તેનાં મંડપો બાંધી વ્યાપારીઓ અવસરનો મોકો લઈ શ્રાવણ માસનાં આ દિવસ માટે મહિના પહેલાથી જ વહેંચાણ શરૂ કરી દે છે.

બજારોમાં આજે રાખડીઓ ધૂમ મચાવી રહી છે ચાઈનીસ, લૂમ્બા, ભાઈબેનના ફોટાવાળી, ચંદન દ્રાક્ષ, સૂખડ, હીરામોતી, ચાંદી અને બાળકો માટે વિવિધ સ્ટીકર, કાર્ટૂનની રાખડીઓ વગેરે પ્રકારની રેશમી તાતાણાવાળી રાખડીઓ આજે બજારમાં જોવા મળે છે. જીએસટીનાં લાગુ પડતા ગત વર્ષ કરતા આ વર્ષે રાખડીઓનાં ભાવ પણ વધારે જોવા મળે છે. તેમ છતાં ભાઈઓ પ્રત્યેનાં ભાવની સામે રાખડીઓનાં ભાવને બહેન જોતી નથી અને રાખડી ખરીદવા માટે વરસાદી માહોલમાં પણ નીકળી પડી છે. રાખડીની સાથે પૂજા સામગ્રીની નાની અને સજાવેલી થાળીની પણ ખરીદી હરખથી કરે છે. મિઠાઈઓની સ્થાને આજે વિવિધ પ્રકારની ચોકલેટનાં પેકિંગમાં અને નામોમાં પણ અકર્ષકતા જોવા મળતા બહેનો ભાઈ માટે અને ભાઈ બહેનો માટે ચોકલેટ લેતી જોવા મળે છે. કંપ્નીઓ પણ આ દિવસ અનુસંધાને વિવિધ પ્રકારની ચોકલેટ આકર્ષક પેકિંગમાં બહાર પાડતી હોય છે.
ઘણા વર્ષથી રાખડીની સાથે ફ્રેન્ડશીપ બેલ્ટની ખરીદી પણ બહેનો કરતી હોય છે. રક્ષાબંધન પહેલા આવતો દિવસ આ વખતે રક્ષાબંધન પછી ફ્રેન્ડશીપ-ડે આવતો હોવાથી બહેનોની સાથે ભાઈઓ પણ ખરીદીમાં જોવા મળે છે. રાખડીની સાથે ફ્રેન્ડશીપ બેલ્ટમાં પણ વ્યાપારી ભાવ ઉંચા રાખી મોકે પર ચોકા મારતા જોવા મળે છે.

આમ, પવિત્ર રક્ષાબંધનનાં દિવસે બળેવ અને સાગરી પૂજનનો પણ તહેવાર આવતા ત્રિવેણી સંગમ આ પૂર્ણિમાના દિવસે જ થતો જોવા મળે છે તેથી આ દિવસે બહેનો, જનોઈધારકો તેમજ સાગરી લોકોમાં ઉત્સાહ બમણો જોવા મળે છે. બજારોમાં ખરીદી વધતા ભીડ જોવા મળે છે. વ્યાપારીઓ વરસાદી માહોલની વચ્ચે પણ સીઝનનો લાભ લેતાં જોવા મળે છે. શ્રાવણ માસનાં તહેવારોની ભાવ-ભક્તિનાં સંગમ સાથે કુટુંબના પ્રત્યેક આબાલવૃધ્ધ મેળાઓની મજા સાથે પવિત્ર શ્રાવણ માસને વધાવે છે. આમ ભાવભીનો ભાઈ-બહેનોનાં તહેવારોમાં ઉત્સાહ જોવા મળે છે.

print

Comments

comments

VOTING POLL