વૃદ્ધો પ્રત્યે સરકાર ચિંતીત: રાય અને જિલ્લા સ્તરે મોટા વૃદ્ધાશ્રમ ખુલશે

February 13, 2018 at 11:45 am


યુવાઓની સાથે સરકારનું ધ્યાન હવે વૃદ્ધો ઉપર પણ કેન્દ્રીત થયું છે. આ અવસ્થામાં સરકાર વૃદ્ધોની સાથે અડીખમ ઉભી રહેવા માગે છે. વૃદ્ધોના સ્વાસ્થ્યથી લઈને તેના ભોજન સુધીની તમામ સુવિધાઓને લઈને સરકાર ઘણી ચિંતીત બની છે. આ માટે વૃદ્ધજનો માટે બનાવવામાં આવેલી હાલની નીતિમાં ફેરફાર કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ હેઠળ જે મોટા ફેરફાર થઈ શકે છે તેમાં આશ્રમોને અપગ્રેડ કરવા અને તેને મેડિકલ સુવિધાથી સજ કરવા જેવી યોજનાઓ સમાવિષ્ટ્ર છે. પ્રત્યેક વૃદ્ધાશ્રમમાં ડોકટરોની તૈનાતી અનિવાર્ય બની શકે છે. રાય અને જિલ્લા સ્તર પર એક મોટું આદર્શ વૃદ્ધાશ્રમ પણ ખોલવામાં આવી શકે છે.

સરકારે વરિજનો માટે તૈયાર થનારી નવી નીતિ અંગે તમામ રાયો પાસેથી મત માગ્યો છે. રાયોને પૂછવામાં આવ્યું છે કે વૃદ્ધજનોને સારું જીવન આપવા માટે શું શું પગલાં ઉઠાવાઈ શકે છે ? સાથોસાથ વૃદ્ધોની સંખ્યા અને તેમની હાજરીની પણ માહિતી માગવામાં આવી છે. સરકારનું માનવું છે કે જે ઝડપથી સામાજિક પરિવેશ બદલી રહ્યો છે તેમાં વૃધ્ધોને શ્રે જીવન આપવું એક મોટો પડકાર છે. નવી નીતિમાં જે વિષયો મુખ્ય રહેશે તેમાં વરિ નાગરિકો સાથે જોડાયેલા મુદ્દાઓને મુખ્ય ધારામાં લાવવા, વધતી ઉંમર સાથે થનારી પરેશાનીઓને ચિન્હિત કરવા, સ્વાસ્થ્યની દેખભાળ, આશ્રય અને નાણાકીય સ્વતંત્રતાનો સમાવેશ થાય છે

print

Comments

comments

VOTING POLL