વૃધ્ધ વાડીએ ગયા અને તસ્કરો ધોળા દિવસે પોણા ત્રણ લાખની માલ મતા લઇને ફરાર

October 7, 2017 at 11:32 am


જેસર તાબેના શાંતિનગરનો બનાવ, ખુંટવડા પોલીસે ચોરીનો ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી
જેસર તાલુકાના શાંતિનગર ગામે રહેતા વૃધ્ધના બંધ મકાનમાં દિન દહાડે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના તાળા નકુચા તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા. 2,80,500 ની મતા લઇ નાસી છુટ હતા.
ભાવનગર શહરે જિલ્લામાં તસ્કર ગેંગ સqક્રય થઇ હોય તેમ છેલ્લા એક માસ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવમાં ચીતાજનક વધારો જોવા મળે છે જેને લઇ લોકોમાં પોલીસ પેટ્રાેલીગ વધુ સઘન કરવાની માંગ ઉઠી છે. જેસર તાલુકાના શાંતીનગર ગામે રહેતા ઝવેરભાઇ માધુભાઇ બવાડીયા (ઉ.વ.65) એ ખેતી કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.
ઝવેરભાઇ ગઇકાલે સવારે તેનુ મકાન બંધ કરી તેની વાડીએ ગયા ત્યારે તેના બંધ મકામા તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનના તાળા નકુચા તોડી મકાનમાં પ્રવેશી કબાટમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા. 2,89,500 ની મતા લઇ નાસી છુટéા હતા.
બપોરે એક વાગે ઝવેરભાઇ વાડીએથી ઘેર આવ્યા ત્યારે ઘરમાં ચીજ વસ્તુ વેરતા છેરણી જોતા કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઇ હોય આ અંગે તેણે ખુંટવડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ઝવેરભાઇની ફરીયાદ નાેંધી ચોરીના ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL