વેપારી વિસ્તારોના વેરા મુદ્દે મહાપાલિકા ગજાવશે વિપક્ષ

March 13, 2018 at 3:35 pm


રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૬ને શુક્રવારે કાર્પેટ એરિયા બેઈઝ મિલકત વેરા આકારણીના નિયમો મંજૂર કરવા માટે સ્પેશ્યલ બોર્ડ મિટિંગ બોલાવવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં નિયમો મંજૂર થયા બાદ જાહેર જનતાજોગ તેની જાહેરાત કરવામાં આવી ન હોય તેમજ જૂના રાજકોટના વેપારી વિસ્તારોની જૂની મિલકતોના વેરામાં તોતિંગ વધારો થાય તેમ હોય આ મુદ્દે સ્પેશ્યલ બોર્ડ ગજાવવા માટે વિપક્ષી નગરસેવકો સજ થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે. આ માટે વિપક્ષ દ્રારા ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વિવિધ વેપારી સંગઠનોનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એકંદરે આગામી બોર્ડ મિટિંગમાં વેરા વધારાના મુદ્દે વિપક્ષ હલ્લાબોલ કરવાના મુડમાં હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અલબત્ત, એ વાત આર્યજનક છે કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિપક્ષ દ્રારા કાર્પેટ એરિયા બેઈઝ મિલકત વેરા આકારણીના નિયમો સામે કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી પરંતુ હવે સ્પેશ્યલ બોર્ડ મિટિંગ વેળાએ રહી રહીને વિપક્ષ જાગ્યો છે.

વધુમાં આ અંગે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે આગામી તા.૧૬ને શુક્રવારે સવારે ૧૧ કલાકે યોજાનાર જનરલ બોર્ડની મિટિંગમાં વેપારી વિસ્તારોમાં જૂની મિલકતોમાં થનારા વેરા વધારા તેમજ જમીનોમાં હેતુફેર સહિતના મુદ્દે વિપક્ષનું વલણ આક્રમક રહેશે. જૂના રાજકોટમાં ખાસ કરીને ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સોનીબજાર, ભુપેન્દ્ર રોડ, કડિયા નવલાઈન, ગરેડિયા કુવા રોડ, દાણાપીઠ, સટ્ટાબજાર, મોચીબજાર, રૈયાનાકા બજાર, પરાબજાર, કેનાલ રોડ, કનક રોડ, કરણસિંહજી રોડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, પેલેસ રોડ, પ્રહલાદ રોડ, સદરબજાર સહિતના વિસ્તારોમાં આવેલી જૂની મિલકતોનો વેરો વધે તેવા નિયમો તૈયાર કરવામાં આવ્યા હોય વેપારી વિસ્તારોમાં થનારા વેરાવધારા સામે વિપક્ષ દ્રારા આક્રમક વિરોધ કરવામાં આવશે. વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ વિપક્ષી નગરસેવકોએ વોર્ડવાઈઝ પોતાના વિસ્તારના વેપારી સંગઠનોનો સંપર્ક સાધવાનું શરૂ કયુ છે. ખાસ કરીને જૂના રાજકોટ વિસ્તારની મુખ્ય બજારો તેમજ કોંગી નગરસેવકોના મત વિસ્તારમાં આવતી બજારોના વેપારી સંગઠનોનો સંપર્ક સાધી કાર્પેટ એરિયા સામે વિરોધ કરવા માટે વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સ સહિતના વેપારી સંગઠનોનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

print

Comments

comments

VOTING POLL