વેરાવળઃ ખેતી વિષયક વસ્તુઆે સહાયરૂપે અપાતા એગ્રાે વેપારીઆેના ધંધા-રોજગારને નુકસાન

March 29, 2018 at 11:18 am


વેરાવળ-સુત્રાપાડા તાલુકાના ખેડુતોને ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા ખેડુતલક્ષી ખેતી વિષયક વસ્તુઆે સહાયરુપે આપવામાં આવે છે જેના કારણે એગ્રાેના વેપારીઆેના ઘંઘા-રોજગાર નુકશાન થઇ રહેલ હોય જે અંગે એગ્રાે વેપારીઆેના પ્રતિનિઘિ મંડળે ટ્રસ્ટના અઘિકારીઆેને રુબરુ મળી લેખીત રજુઆત આપી પ્રશ્નનોનું સકારાત્મક નિરાકરણ લાવવા માંગણી કરી છે.ગીર-સોમનાથ જીલ્લા એગ્રાે ઇન્પુટ એસો.એ પાઠવેલ લેખીત રજૂઆતમાં જણાવેલ કે, એગ્રાેના વ્યાપાર સાથે જોડાયેલા વેપારીઆેને ફાઉન્ડેશન દ્રારા અપાતી ખેડુતલક્ષી સહાયથી અનેક પ્રશ્નો ઉદભવ્યા છે જેમાં ફાઉન્ડેશન દ્રારા અપાતી ખેડૂતલક્ષી વસ્તુઆે માટે જે તે વસ્તુનું ઉત્પાદન કરતી કંપનીઆે તરફથી આપને આપવામાં આવેલ જથ્થો નોટ ફોર સેલ ના લેબલવાળો અને ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્રારા સહાય માટેના સ્ટેમ્પનો ઉપયોગ કરી સ્પેશ્યલ અલગ માકાર્થી કે પેકીગ ડીઝાઇનથી ખેડૂતોને આપવો જોઇએ, ટ્રસ્ટ દ્રારા જે ખેડુતલક્ષી વસ્તુઆે આપવામાં આવે તે ઉત્પાદનકતાર્ કંપનીઆે તરફથી આપણા જીલ્લાના એગ્રાે ડીલરોને તે વસ્તુઆે સપ્લાય ન કરે તેવો આગ્રહ રાખવો, ટ્રસ્ટ દ્રારા અપાતી વસ્તુઆેને ગુણવતા અને ખેડુતોના હિત માટે માર્ગદર્શન આપવામાં આવે અને સરકારના નિયમ મુજબ જરુરી લોટ નંબરના બીલ સાથે આપવામાં આવે તે જરુરી છે. ટ્રસ્ટ તરફથી ખેડૂતના વિકાસલક્ષી સહાયના સ્વરુપમાં તેઆેની પાયાની જરુરીયાત જેવી કે, ડ્રીપ ઇરીગેશન સીસ્ટમ, ખેત આેજારો વિગેરે જેવી સહાય આપવામાં આવે તે યોગ્ય અને ખેડૂતલક્ષી બની રહેશે, આપના તરફથી અપાતી વસ્તુઆેને કંપનીના વેંચાણ કિંમતથી આપવામાં આવે અને ફાઉન્ડેશન ટ્રસ્ટ અપાતી આર્થીક સહાયને જે તે ખેડૂતના બેંક ખાતામાં સીઘી જમા આપવામાં આવે તે યોગ્ય સાથે સહાયના સદઉપયોગ થયા બરાબર બની રહેશે. ઉપરોકત તમામ પ્રશ્નોના લીઘે એગ્રાે વેપારીઆેને વેપાર-ઘંઘાને નુકશાન થતુ હોય જેનું નિરાકરણ લાવવા અંતમાં માંગણી કરાઇ છે.આ પ્રશ્ન અંગે જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટના અઘિકારી મોરીએ જણાવેલ કે, એગ્રાે વેપારીઆેને પડી રહેલ મુશ્કેલીની રજુઆત મળેલ હોય જેનો અભ્યાસ કરી હવે પછીની સહાય અપાશે ત્યારે વેપારીઆેનું હિત ધ્યાને રાખવામાં આવશે તેવી હૈયાઘારણા સાથે ખાત્રી આપેલ છે.

print

Comments

comments

VOTING POLL