વેરાવળની બહેરી મુંગી સગીરાને અડપલાં કરવાના ગુનામાં શખસને ચાર વર્ષની કેદની સજા

May 19, 2017 at 12:13 pm


વેરાવળમાં આજથી એક વર્ષ પહેલા સગીર વયની બહેરી-મુંગી બાળકી સાથે શારીરિક અડપલા કરનાર આરોપીને વેરાવળ કોર્ટે ચાર વર્ષની સખત કેદની સજા ફટકારતો હકમ કરેલ છે.
આ અંગે સરકારી વકીલ કે.પી.પંડયાએ કેસની વિગત આપતા જણાવેલ કે વેરાવળના ખારવા ગીરીશ રામજી આંજણીએ એક વર્ષ પહેલા તેના ઘરમાં બહેરી મુંગી નવ વર્ષિય સગીરા સાથે શારીરિક અડપલા કરી છેડતી કરેલ હોવાનો બનાવ બનેલ હતો. આ અંગે વેરાવળ પોલીસમાં ગુનો નોંધી આરોપીની અટક કરી પોસ્કો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ હતું.

આ કેસની સુનાવણી દરમ્યાન સરકારી વકીલ પંડયા દ્વારા 11 જેટલા સાહેદોની જુબાની લીધેલ સાથે 11 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી દલીલ કરતા જણાવેલ કે નવ વર્ષની મુંગી અને બહેરી દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયેલ છે જે સમાજ માટે લાલબતી સમાન હોય ત્યારે આવા કિસ્સામાં આરોપીઓને છોડી મુકવામાં આવે તો નાની દીકરીઓને ઘરે એકલી રાખવી મુશ્કેલીભર્યું રહેશે જેની નોંધ લઈ સ્પેશ્લય પોસ્કો જજ બી.એસ.પરમારે આરોપી ગીરીશ આંજણીને ચાર વર્ષની સખત કેદની સજા અને પાંચ હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસના સજા ભોગવવાનો હકમ કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL