વેરાવળ-સોમનાથના વતની હેમાંગ પલાણ ટીવી સિરિયલમાં ચમકશે

August 8, 2017 at 5:10 pm


જાણીતા બાળકોના નિષ્ણાત ડો. કે.એચ.પલાણનો પુત્ર હેમાંગ પલાણ આર્ય સમાજનાં સ્થાપક દયાનંદ સરસ્વતી પર આધારિત નવી ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા માટે પસંદગી પામ્યા છે. તેઆે મુળ વેરાવળ-સોમનાના વતની છે.
આ નવી સિરિયલ સોની ટીવી પર ટેલિકાસ્ટ થશે. યોગગુરૂ બાબા રામદેવ આ ટીવી સિરિયલમાં પ્રાેડકશન હાઉસ સંભાળવાની સાથે દિલ્હીનાં જાણીતાં ફિલ્મ મેકર નીરજ ગુપ્તાની સાથે તે સિરિયલમાં જોવા મળશે. શૂટિંગ માટે હરિદ્વાર, મુંબઈ અને ટંકારા જે મોરબી જિલ્લામાં રાજકોટ પાસે આવેલું છે તે સ્થળોને પસંદ કરાયા છે.

ટીવી સિરિયલમાં પોતાનાં રોલ વિશે ઉત્સુક જણાતા હેમાંગ પલાણે કહ્યું કે, સ્વામી દયાનંદ સરસ્વતી પરનાં અભિનય માટે હું પોતાને ખૂબ જ ગૌરવશાળી માનું છું. મારો રોલ સ્વામી દયાનંદ સરસ્વતીનાં પરિવારનું પ્રતિનિધિત્વ કરશે, અને તે સંબંધિત તેના સંબંધિજનો તેના મિત્રો દરેકને સમજવાનો પ્રયત્ન કરુ છું અને અહી હેમાંગ પલાણ વિશે થાેડો પરિચય લઈએ તો તેઆે ગુજરાતીનાં નાના-નાના સ્ટેજ પરથી પોતાની અભિનય યાત્રા શરૂ કરી હતી. તેમજ નાટક માટે ભારતીય વિદ્યા ભવન, નાટય શિક્ષાપીઠમાં તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમણે નાના-મોટા રોલ કરી 48 ટીવી સિરિયલો અને 3 ફિલ્મોમાં કામ કરી પોતાનાં અભિનયનો પ્રકાશ ફેલાવ્યો હતો. ત્યારબાદ પોતાની વધુ સારી કેરિયર બનાવવા માટે શ્રી ધનરાજભાઈ જેઠાણીનાં આશીવાર્દ અને સહયોગથી સપનોની નગરી મુંબઈ તરફ ગતિ કરી.

print

Comments

comments

VOTING POLL