વેરીબેડઃ ફેસબૂક, ટ્વીટર બન્યા અફવા-આતંક ફેલાવવાનું હથિયાર

January 12, 2019 at 2:34 pm


આજકાલ સોશ્યલ મીડિયાનો ઉપયોગ દિન-પ્રતિદિન સેંકડોની જેમ વધી રહ્યાે છે. સોશ્યલ મીડિયા અનેક રીતે સદ્ઉપયોગી નિવડયું છે તેની સામે દુરુપયોગ પણ આેછો કરવામાં આવતો નથી. હાલ સોશ્યલ મીડિયા મારફતે વહેતા સમાચારો મોટાભાગે અફવાની બજાર ગરમ કરતાં રહ્યા છે. જ્યારે તે સચોટ છે કે નહી તેની પૃિષ્ઠ કરવામાં આવે ત્યારે જ સોશ્યલ મીડિયા સાચું કરે છે. ‘હિન્દુસ્તાન’ દૈનિક દ્વારા આંકડાકિય માહિતી પ્રસિધ્ધ થઈ છે.
અહી સુધી સોશ્યલ મીડિયાનો ઉપયોગ સિમિત નથી આનાથી આગળ પણ જોઈએ તો સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવતા સમાચારો, લેખ, ટિપ્પણીઆે વિશે વધુ જાણકારી મેળવીએ તો પ્રથમ જરે જ હાેંશ ઉડી જાય તે પ્રકારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ થઈ રહ્યાે છે. તાજેતરના જ આંકડાઆે અને સર્વે મુજબ આતંકી આઈએસ સંગઠનો સોશ્યલ મીડિયામાં સક્રિય બની સતત અફવાઆે ફેલાવી પોતાના આતંક ફેલાવવાના મનસુબા પાર પાડી રહ્યા છે જેમાં તે ફેસબૂક અને ટ્વીટરનો ઉપયોગ વધુ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર આતંકી સંગઠન આઈએસ ષડયંત્ર રચી ભરતી કરવા માટે આ સોશ્યલ સાઈટનો ઉપયોગ કરી રહ્યા છે. આટલું જ નહી આતંકીઆેએ ફેસબૂક પેજ બનાવી હથિયારની પણ ખણીદી કરવામાં આવી હતી.
આ અંગે આગળ વધી સોશ્યલ સાઈટ ટ્વીટરના આંકડાઆે પર નજર કરીએ તો 2015ની સાલમાં 1,74,34,323 ટ્વીટ આઈએસ દ્વારા કરવામાં આવ્યા હતા જેમાંથી 1.95 કરોડ ટ્વીટ એવા હતા કે જેમાં આઈએસએ 2015માં 23,880 ટ્વીટ એકાઉન્ટ આઈએસ સાથેના સંબંધો ધરાવતું હોવાનું જણાયું હતું. જેમાંથી 76 ટકા રિ-ટ્વીટ કરવામાં આવેલ એકાઉન્ટને બંધ કરવામાં આવ્યા હતા.
આ ગંભીર બામતો સામે આવતાં ટ્વીટર દ્વારા મોટી કાર્યવાહી હાત ધરી 12 લાખ એકાઉન્ટ 2015થી 2017ની વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા. 7000થી વધુ આેનલાઈન ષડયંત્ર સામગ્રીઆે યુરોપ સંઘે ગત વર્ષે જાન્યુઆરીમાં પ્રતિબંધ કર્યો હતો.
ટ્વીટરની સાથે ફેસબૂક સંચાલકો દ્વારા પણ આ બાબતને ગંભીર ગણી 99.5 ટકા આપત્તીજનક સામગ્રીએ હટાવી લીધી હોવાનું જણાવ્યું હતું. સાથે 40,000થી વધુ કરવામાં આવેલ ટેગને કંપનીઆેએ પ્રતિબંધિત યાદીમાં મુકયા હતા. આ અંગે વોટ્સએપએ પણ ભારતમાં જાહેરાતોના માધ્યમથી અપવાઆેથી દૂર રહેવા યુઝર્સોને જણાવ્યું હતું.
મુખ્ય ટ્વીટર, ફેસબૂક અને વોટ્સએપએ સોશ્યલ મીડિયાએ આતંકી કરતુતો ઉપર પ્રતિબંધ મુકયા બાદ આતંકીઆે તેમની પ્રવૃિત્તઆે શરૂ રાખવા માટે નાની-નાની સોશ્યલ સાઈટનો ઉપયોગ કરી પોતાના મનસુબાઆે પાર પાડી રહ્યા છે જેમાં ટેલિગ્રામ જેવી સોશ્યલ સાઈટના માધ્યમથી સંદેશ મોકલવાનું શરૂ કયુંર્ છે જ્યાં એને રોકવું મુશ્કેલ બની રહ્યું છે.
આંકડાકિય માહિતી જોઈએ તો 30,000થી વધુ સંદેશાઆે આઈએસ દરરોજ મોકલી રહ્યું હોવાનું 2016મા ટેલિગ્રામમાં સામે આવ્યું હતું તો 2017માં 57,574 ટ્વીટની લીક શેર કરી અફવાઆે સહિતની સામગ્રીઆે પ્રચાર કરી હતી.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *