વેસ્ટર્ન રેલવે દ્વારા બે ટ્રેનોમાં વધારાના કોચ જોડવા નિર્ણય

July 2, 2018 at 1:06 pm


આગામી દિવસોમાં એટલે તા.5 જુલાઇ થી તા.31 જુલાઇ દરમ્યાન આેખા વારાણસી અને જયપુરની ટે²નમાં વધારાના કોચ જોડવા રેલવે વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે જેનાથી મુસાફરોની તકલીફમાં ઘટાડો થશે. વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ પી.બી. નિનાવેની એક યાદીમાં જણાવાયું છે કે, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેની આેખા વારણસી કામ ચલાઉ બે કોચ વધારવામાં આવ્યા છે.

આેખા-વારાણસી-જયપુર ટે²નમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી વધારાનો એક થર્ડ એસી કોચ કામ ચલાઉ ધોરણે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનમાં બન્ને તરફ તા.5 જુલાઇથી 26 જુલાઇ સુધી તેમજ વારાણસીથી તા.7 જુલાઇથી 31 જુલાઇ સુધી થર્ડ એસીના વધારાના બે કામચલાઉ કોચ જોડવામાં આવશે. ઉપરાંત આેખા જયપુર ટે²ન આથી આવતી ટે²નમાં તા.2-7 થી 30-7 સુધી અને જયપુર તા.3-7 થી 31-7 સુધી વધારાના એસી કોચ જોડવામાં આવશે. આ બન્ને ટ્રેન કુલ 23 કોચની છે જેમાં એક સેકન્ડ એસી, 4 થર્ડ એસી, બાર સ્લીપર અને 4 જનરલ તેમજ બે લગેજ કોચનો સમાવેશ થાય છે, લાંબી મુસાફરીની આ બન્ને ટે²નમાં મુસાફરોને સુવિધા મળતી રહે અને એસી કોચમાં મુસાફરી કરનાર વર્ગને સવલતો પ્રાપ્ત થાય તે હેતુથી વસ્ટર્ન રેલવે દ્વારા જુલાઇ મહીના દરમ્યાન આેખા વારાણસી અને આેખા જયપુર ટેનમાં વધારાના બે કોચ જોડાવાનું નકકી કરવામાં આવ્યું છે.

print

Comments

comments

VOTING POLL