વૈજ્ઞાનિકોએ શોધ્યો ‘સમુદ્રી ખજાનો’: મોટી સફળતા હાંસલ

July 17, 2017 at 11:44 am


જિઓલોનિકલ સર્વે ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકોએ પાણીની નીચે ભારતીય પ્રાયદ્વીપ આસપાસ લાખો ટન કિંમતી ધાતુઓ અને ખનીજની શોધ કરી છે. પહેલી વખત અંદાજે 2014માં મેંગ્લોર, ચેન્નાઈ, મન્નાર બસીન, આંદામાન અને નિકોબાર દ્વપ અને લક્ષદ્વીપ આસપાસ સમુદ્રી સંશોધનોને ઓળખવામાં આવ્યા હતાં.
જે માત્રામાં વૈજ્ઞાનિકોના હાથે લાઈમ મડ, ફોસ્ફેટ રિચ અને હાઈડ્રો કાર્બન્સ જેવી ચીજવસ્તુઓ મળી છે તેનાથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે પાણીની અંદર વૈજ્ઞાનિકોને વધુ એક સફળતા મળી છે. 3 વર્ષની શોધ બાદ જિઓલોકિલ સર્વે ઓફ ઈન્ડિયાએ 181,025 વર્ગ કિ.મી.નું હાઈ રિઝોલન્યુશન સીબેડ મોફોલોજિકલ ડેટા તૈયાર કર્યો છે અને 10 હજાર મિલિયન ટન લાઈમ મડ હોવાની વાત કહી છે.
ત્રણ અતિ આધુનિક અનુસંધાન જહાજ સમુદ્ર રત્નાકર, સમુદ્ર કૌસતુભ અને સમુદ્ર સૌદીકામાને આ મદદમાં લગાવાયું છે. જીએસઆઈના સુપ્રિ. જિઓલોજિસ્ટ આશીષ નાથે જણાવ્યું કે તેનો મુખ્ય હેતુ મિનરલાઈઝેશનના સંભવિત વિસ્તારોની ઓળખ કરવી અને મરીન મિનરલ સંશાધનોનું આકલન કરવાનો છે.

print

Comments

comments

VOTING POLL